Earthquake/ મ્યાનમારમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 6.1 ની તીવ્રતા નોંધાઈ

બર્મા, મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ સવારે 3.52 કલાકે આવ્યો હતો.

Top Stories World

બર્માના મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ સવારે 3.52 કલાકે આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી.

ભૂકંપ કેવી રીતે થાય છે?
ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો કોઈ જગ્યાએ અથડાય છે, ત્યારે ત્યાં ફોલ્ટ લાઇન ઝોન રચાય છે અને સપાટીના ખૂણાઓ વળી જાય છે. સપાટીના ખૂણાઓ વળી જવાને કારણે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવા લાગે છે. આ પ્લેટો તૂટવાથી અંદરની ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે ધરતી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ માનીએ છીએ.

ભૂકંપની તીવ્રતા
રિક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને આ ભૂકંપ અનુભવાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના 8,000 ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. તેવી જ રીતે, 2.0 થી 2.9ની તીવ્રતાના ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આપણે સામાન્ય રીતે દરરોજ આવા 1,000 જેટલા ભૂકંપ અનુભવતા પણ નથી. એક વર્ષમાં 49,000 વખત 3.0 થી 3.9 ની તીવ્રતાના અત્યંત હળવા કેટેગરીના ધરતીકંપ નોંધાયા છે. તેઓ અનુભવાય છે પરંતુ તેમના દ્વારા ભાગ્યે જ કોઈ નુકસાન થાય છે.