Crime/ જમાલપુરમાં કર્ફયુ દરમિયાન નજીવી બાબતમાં ખેડૂત ઉપર જીવલેણ હુમલો

અમદાવાદમાં ગુનાખોરી બેફામ બનતા પોલીસની કામગીરી ઉપર સતત સવાલો ઉભા થઇ રહ્યા છે. શહેરના જમાલપુર શાક માર્કેટ પાસે ચોરી અને લૂંટના કિસ્સાની સાથે સાથે હવે નજીવી બાબતમાં મારામારીના કિસ્સા પણ ખુબજ વધી ગયા છે. તાજેતરની જો વાત કરીએ તો જમાલપુર દરવાજા પાસે ગઈ કાલે મોડી રાત્રે નજીવી બોલાચાલીમાં જીવલેણ હુમલાની ઘટના બની હતી. જેમાં બે […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં ગુનાખોરી બેફામ બનતા પોલીસની કામગીરી ઉપર સતત સવાલો ઉભા થઇ રહ્યા છે. શહેરના જમાલપુર શાક માર્કેટ પાસે ચોરી અને લૂંટના કિસ્સાની સાથે સાથે હવે નજીવી બાબતમાં મારામારીના કિસ્સા પણ ખુબજ વધી ગયા છે. તાજેતરની જો વાત કરીએ તો જમાલપુર દરવાજા પાસે ગઈ કાલે મોડી રાત્રે નજીવી બોલાચાલીમાં જીવલેણ હુમલાની ઘટના બની હતી. જેમાં બે અજાણ્યા ઈસમોએ કરણ પરમાર નામના ખેડૂત ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં કરણ ભાઈને બે ઘા છરીના વાગતા ઘટના સ્થળ ઉપર હાજર લોકોએ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

ગાયકવાડ હવેલી પોલીસે ઠાસરાના ખેડૂત કરણ પરમારની ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી જમાલપુર વિસ્તારમાં લુખ્ખાગીરી ખુબજ વધી ગઈ હોય તેમ પોલીસના ચોપડે નોંધાતી ફરિયાદોને આધારે વિગતો સામને આવી રહી છે. અસામાજિક તત્વોની સામે પોલીસ કંઈ દિશામાં કાર્યવાહી કરી રહી છે તે સ્થાનિકોની સમજની બહાર જઈ રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ