શુક્રવારે વિરૂધ્ધનગરના તામિલનાડુમાં ફટાકડા ફેકટરીમાં લાગેલી આગમાં 8 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે આ ઘટનામાં 14 લોકો ઘાયલ હોવાનું જણાવાયું છે. કહેવામાં આવી રહ્યું છે કે વિરુધ્ધનગર સ્થિત આ ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ પછી આગ ફાટી નીકળી હતી અને કોઈ કાંઈ વિચારે ત્યાં સુધી આગ ફેલાઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ ટ્રકો ફાયર ટેન્ડર પર પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી દીધી છે.

Election / પક્ષાંતરની ઉંધી ગંગા, ભાજપના નેતાઓ જોડાઈ રહ્યા છે કોંગ્રેસમાં….
વિસ્ફોટ વિશે માહિતી આપતાં ઘટના સ્થળે હાજર એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફટાકડા તૈયાર કરવા માટે કેટલાક કેમિકલ મિક્સ કરવામાં આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. પ્રારંભિક સમાચારોમાં ફાયર સર્વિસના જવાનોને ટાંકતા વિસ્ફોટમાં આશરે 14 લોકો ઘાયલ થયા છે. જ્યારે આઠ લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજયા છે.

Election / ભાજપ હોય કે કોંગ્રેસ ગુનાઈત ઈતિહાસ ધરાવતા લોકોને ઉમેદવાર બનાવવામાં બન્ને પક્ષો સરખા જ છે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
