ચેન્નાઈમાં રમાયેલી બીજી ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાનો આત્મવિશ્વાસ ખૂબ વધી ગયો છે. આ આત્મવિશ્વાસથી ભરપૂર ટીમ ઈન્ડિયા ત્રીજી ટેસ્ટ મેચ રમવા અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમ ખાતે આવશે.
આ ત્રીજી ટેસ્ટ મેચ કેટલી ખાસ બની શકે છે તેની આયોજકોને પણ ખબર છે, આ જ કારણ છે કે 24 તારખી શરૂ થતી આ ટેસ્ટ મેચની ટીકીટો સામાન્ય માણસને આસાનીથી મળી શકે તે માટે ઓફલાઇન વેચાણ પણ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, મોટેરા સ્ટેડિયમ ખાતે બોક્સ ઓફિસથી ટીકીટનું વેચાણ કરવામાં આવશે. ટીકીટનો સ્ટોક હશે ત્યાં સુધી વેચાણ ચાલુ રહેશે. લોકોને સરળતાથી ટીકીટ મળી રહે તે માટે ઓફલાઇન ટીકીટનું વેચાણ કરવામાં આવશે. જણાવી દઇએ કે, 20 ફેબ્રુઆરીથી આ ઓફલાઈન ટીકીટ મળશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદનું નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. જેને લઇને દર્શકો પણ ખૂબ જ ખુશ દેખાઇ રહ્યા છે. આ વચ્ચે અમદાવાદીઓ માટે એ પણ સારા સમાચાર છે કે ઈગ્લેન્ડ વિરુદ્ધ આવતી ટી-20 સીરીઝની દરેક મેચ અમદાવાદનાં આ સ્ટેડિયમમાં રમાશે.
Gujarat: જાનૈયાઓ હતા નાચવામા Busy, ત્યારે અચાનક વરરાજાને લઇ ઘોડો દોડવા લાગ્યો
Ahmedabad: પ્રેમ પ્રકરણમાં “તું મારી નઈ તો કોઈની નઈ” ડાયલોગના સર્જાયા દ્રશ્યો, ખેલાયો લોહિયાળ ખેલ
Ahmedabad: જુહાપુરામાં બાળકી મળી હોવાની ફરિયાદ કરનાર નિકળ્યો બાળકીનો પિતા, પોલીસે બે આરોપીની કરી ધરપકડ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
