- તીસ્તાનો કબ્જો ક્રાઇમબ્રાંચને સોંપાયો
- ATSએ ક્રાઈમ બ્રાન્ચને કબ્જો સોંપ્યો
- સવારે 6 વાગે ક્રાંઇમબ્રાંચને સોપાયો કબ્જો
- મુંબઈથી ATSએ કરી હતી અટકાયત
- સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ લવાશે
- આરબી શ્રીકુમારની પણ કરાઈ ધરપકડ
- ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે
- ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓના માંગશે રિમાન્ડ
ગુજરાત રમખાણોના નામે ગુજરાતને બદનામ કરવા બદલ ધરપકડ કરાયેલી તિસ્તા સેતલવાડને આજે અમદાવાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તિસ્તા સેતલવાડની ગુજરાત એટીએસ દ્વારા મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. સેતલવાડ વિરુદ્ધ બનાવટી, કાવતરું અને અન્ય કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. સેતલવાડની એનજીઓની પણ તપાસ ચાલી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તા, પૂર્વ આઈપીએસ અધિકારી આરબી શ્રી કુમાર અને સંજીવ ભટ્ટ સામે પણ કેસ નોંધ્યો છે.
ગુજરાત રમખાણ 2002/ તિસ્તા સેતવાડ કોણ છે,કેમ તેમની ધરપકડ કરવામાં આવી,શું છે સમગ્ર મામલો,જાણો વિગત
સંજીવ ભટ્ટના જેલવાસ બાદ, ગુજરાતમાં 2002ના રમખાણોના પીડિતોને ન્યાય આપવાના બહાને વિવિધ એનજીઓમાં વિદેશી ભંડોળ આવ્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તા સાથે જોડાયેલા એક NGOની તપાસ કરી હતી. જેમાં તેણે મોંઘા ચપ્પલ, બેગ અને પોતાનો અંગત સામાન ખરીદ્યો હતો. આ પછી તિસ્તા સેતલવાડે ઝાકિયા જાફરી સાથે મળીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગુજરાત ATSની ટીમે અરજીમાં બનાવટી સહીઓની શંકાના આધારે તિસ્તા સેતલવાડની મુંબઈથી ધરપકડ કરી છે. એટીએસની ટીમ સેતલવાડ સાથે અમદાવાદ જવા રવાના થઈ હતી.
