હવામાન વિભાગ/ રાજ્યમાં 31 જુલાઈ પછી ભારે વરસાદની આગાહી કરવામાં આવી

સમગ્ર રાજય માં  વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે . ક્યાંક વરસાદ સારો પણ પડે છે . વરસાદ પડતા લોકો ગરમી માંથી રાહત અનુભવે છે

Gujarat Others

સમગ્ર રાજય માં  વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે . ક્યાંક વરસાદ સારો પણ પડે છે . વરસાદ પડતા લોકો ગરમી માંથી રાહત અનુભવે છે  . રાજ્યમા હવમાન  વિભાગ  દ્વારા  જણાવ્યું કે  આજથી રાજય માં સામાન્ય વરસાદની સ્થિતિ રહેશે તેમજ રાજ્યમાં 31 જુલાઈ પછી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે .  રાજ્યમાં મોસમનો 33 ટકા જ વરસાદ નોંધાયો છે જ્યારે સિઝનનો સૌથી વધુ વરસાદ વલસાડમાં 33.70 ટકા વરસાદ નોંધાયો છે.  જો કે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે વરસાદનું પ્રમાણ સામાન્ય જણાઈ રહ્યું છે.

આ પણ વાંચો :અમેરિકામાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેસ, 6 લોકોનાં મોત

શહેરમાં ગયા વર્ષમાં આ મહિનાની સરખામણીએ 10.27 ઈંચ સાથે સિઝનનો 37.27 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો  છે . ત્યારે  હવમાન ખાતા દ્વારા  વિભાગે ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, ભાવનગર સહિતના  વિસ્તારો માં વરસાદ આવવાની સંભાવના કરવામાં આવી છે

આ પણ વાંચો : મહેસાણામાં ચાર્જિંગમાં ભરાવીને ફોન પર વાત કરતાં કિશોરીનું મોત

રાજ્યમાં આજે અને આવતીકાલે ડાંગ તાપી નર્મદા નવસારી દીવ દમણ દાદરાનગર હવેલી ,ગીર સોમનાથ જામનગર પોરબંદર ગીર સોમનાથ ભાવનગર સહીત હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી છે. જેને કારણે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.  રાજય માં બુધવારથી વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે .