અમદાવાદ સહિત ગુજરાતભરમાં એક બાદ એક લવજેહાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વટવા વિસ્તારમાં બુધવારે લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં વિધર્મી યુવકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી પણ બનાવી હતી. મહિલા પાસે પૈસા પડાવી લીધા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આરોપી ગર્ભપાત કરાવવા પણ ધમકી આપતો હોવાથી મહિલાએ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. થોડા સમય પહેલા વાસણા વિસ્તારમાં પણ લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો. આવા કિસ્સાઓ અંગે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કડક શબ્દોમાં નિવેદન આપતા જણાવ્યું છે કે, આવી પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે એક્શન લઇશું. તો બીજી તરફ રાજ્ય સરકારના પોલીસ ખાતામાં ફરજ બજાવતી મહિલા સાથે પણ લવ જેહાદની ઘટના પ્રકાશમાં આવી છે. પીઆઇની બનવા માટે ફિટનેસની પરીક્ષા આપવાની આવેલી યુવતીને જીમ ચલાવતા વિધર્મી યુવાને પ્રેમજાળમાં ફસાવી અને પરિવાર થી વિરુદ્ધ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેનું કાઉન્સિલિંગ કરવા માટેની તજવીજ થઈ રહી છે.
launching / ડબલ ડેકર કન્ટેઇનર ધરાવતી વિશ્વની સૌથી લાંબી ગુડ્ઝ ટ્રેનને PM…
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરમાં વધી રહેલા લવજેહાદના કિસ્સાઓ સામે આજરોજ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે કે, લવજેહાદના જે કિસ્સા બની રહ્યાં છે, તેમાં આપણી પાસે જે કાયદા છે તેનાથી પૂરતા એક્શન લઇશું. આવુ કરવા માટે કોઇ પ્રેરાય નહીં અને આ પ્રમાણેનું કાંઇ કર્યું તો તેના પર પૂરતા એકશન લેવામા આવશે. જેના કારણે આ પ્રકારની પ્રક્રિયા અને પ્રવૃત્તિ પર અંકુશ લેવામાં આવે. તાજેતરમાં જ શહેરના વટવા વિસ્તારમાં રહેતી મહિલાને વટવા વિસ્તારમાં રહેતા સરફરાઝ ખાન સાથે દોઢ વર્ષ પહેલાં ઓળખાણ થઈ હતી અને બાદમાં તેને લગ્ન કરવાની લાલચ પણ આપી હતી. સરફરાઝે મહિલાને પ્રેમજાળમાં ફસાવી અને કેફીપીણું પીવડાવી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં અવાનવાર ઘરે આવી બળાત્કાર ગુજારતો હતો. જેનાથી મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી. મહિલા પાસેથી તેણે 2.70 લાખ રૂપિયા લીધા હતા. જે પરત આપ્યા ન હતા. મહિલા અન્ય જગ્યાએ રહેવા ગઈ ત્યારે પણ આવીને તેની સાથે શારિરીક સંબંધ બાંધતો હતો.સરફરાઝે મહિલાને લગ્ન કરી લઈશ એમ કહી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી, બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી મહિલાએ પૈસા પરત માગતા તેણે આપ્યા ન હતા. મહિલાને ગર્ભપાત કરાવવા પણ ધમકી આપતો હતો.
WASTE / ઇ વેસ્ટ કલેક્શન બાદ રીસાયકલનો નવો અભિગમ: નિકાલ, નિવારણ સાથે …
જ્યારે અમદાવાદમાં અન્ય એક કિસ્સામાં સરકારના પોલીસ ખાતામાં જ સામે આવી રહી છે. શાહપુર વિસ્તારમાં રહેતી એક યુવતીને પોલીસ બનવાનું હોવાથી તેને ફીટનેસ માટે જીમ જોઇન કર્યુ હતું જ્યા તેનો સપર્ક એક વિધર્મી યૂવક સાથે થયો હતો. બન્ને વચ્ચે મિત્રતા પ્રેમમાં પરીણામી હતી અને ત્યારબાદ યુવતીનું પોલીસ ખાતામાં સીલેક્શન થઇ ગયુ હતું. યુવતી યુવકના પ્રેમજાળમાં ફસાઇ ગઇ હતી જેથી તેને તેના પરિવાર સામે બગાવત કરી દીધી હતી. પોલીસ કોન્સ્ટેબલ યુવતી ગોમતીપુર પોલીસ ટ્રેનીગ સેન્ટ્રરમાં ટ્રેનીગ લઇ રહી છે.
ગત રવિવારે પોલીસ ઇન્સપેક્ટરની પરિક્ષા હોવાથી યુવતીએ શનિવારે રજા લીધી હતી અને ત્યારબાદ પરિક્ષા આપી હતી. યુવતીના ઘરમાં વિધર્મી યુવક લગ્ન કરવાનું જાણ થઇ હતી જેથી સમગ્ર મામલો કાંરજ પોલીસ સ્ટેશનમાં પહોચ્યો હતો. જ્યા યુવતીએ યુવક સાથે જવાનું કહેતા કાંરજ પોલીસ કોઇપણ પ્રકારની તપાસ કર્યા વગર સોમવારના રોજ તેની સાથે જવા દીધી હતી. યુવતીના માતા અને ભાઇએ ઉચ્ચ અધિકારીઓને સમગ્ર ઘટના કહી હતી જેથી તેમને તરતજ તપાસ શરુ કરી છે.
Gandhinagar / RSSની સમન્વય બેઠકનું સમાપન, રામમંદિર માટે પ્રત્યેક ઘરમાંથી …
આ મામલે ટ્રેનીગ સેન્ટ્રના એસીપી ડી.વી.પટેલે જણાવ્યુ છેકે યુવતી પીઆઇની પરિક્ષા આપવાનું કહીને ગઇ છે પરંતુ આજ દીન સુધી તે ટ્રેનીગ સેન્ટરમાં હાજર થઇ નથી. જો યુવતી સાતે દિવસમાં હાજર નહી થાય તો તેને નોટીસ આપવામાં આવશે.યુવક જોડે નાસી ગયા બાદ યુવતી કારંજ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ હતી જ્યા તેને યુવક સાથે રહેવાની સહમતી દર્શાવી હતી. સમગ્ર મામલો પોલીસ કમીશ્નર સંજય શ્રીવાસ્તવને જાણ થતા તેમને ઝોન 5ના ડીસીપી અચલ ત્યાગીને તપાસ કરવાનું કહ્યુ હતું. આ મામલે ડીસીપી અચલ ત્યાગીએ જણાવ્યુ છેકે યુવક અને યુવતીને બોલાવવામાં આવશે અને તેના પરિવારને બોલાવવામાં આવશે ત્યારબાદ યુવતીનું કાઉન્સીલીગ કરવામાં આવશે.
smoking / સરકાર દેશમાં ધૂમ્રપાનની વય મર્યાદામાં કરી શકે છે વધારો, નિયમ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
