ગુજરાતમાં સગીરાઓ, યુવતીઓ અને મહિલાઓ ઉપર દુષ્કર્મની ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે વધુ એક શરમજનક ઘટના બોટાદ જિલ્લામાં બની છે. બોટાદ ના રાણપુર તાલુકાના અળવ ગામમાં બુબાવાવ ગામની યુવતી સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. બુબાવાવ ગામની યુવતીને અળવ ગામના યુવાનો દ્વારા વાડીમાં લઈ જઈને સામુહિક દુષ્કર્મ કરાયુ હતું.
આ પણ વાંચો :અમદાવાદમાં 4 NRI સામે નોંધાઈ ફરિયાદ, જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, યુવતીને દારૂ પીવાની ટેવ હોવાથી તેણે અળવના એક યુવકને દારૂ આપી જવા માટે ફોન કર્યો હતો. જોકે, યુવકે દારૂ જોઇતો હોય તો અળવ સ્થિત વાડીએ આવીને લઈ જવા જણાવ્યું હતું. આથી યુવતી દારૂ લેવા પહોંચતા અન્ય એક યુવક તેને વાડીએ લઈ ગયો હતો. અહીં હાજર ત્રણેય યુવકોએ યુવતીને ઓરડીમાં જ દારૂ પીવડાવ્યો હતો. તેમજ તેને અહીં જ 18 દિવસ સુધી ગોંધી રાખી પરાણે શરીરસુખ માણ્યું હતું.
આ પણ વાંચો :સુરતની જિલ્લા કોર્ટે પોલીસકર્મી સામે ગુનો નોંધવા કર્યો આદેશ,પોલીસે માસ્ક ન પહેરનાર યુવકને માર્યો હતો
ગત 26મી ડિસેમ્બરે આ નરાધમોએ કોઇને ન કહેવા અને ગામ છોડી દેવાની શરતે યુવતીને મુક્ત કરી હતી. આ પછી યુવતીએ જામનગરમાં સંબંધી જાણ કરતાં તેમમે રાણપુર પોલીસને જાણ કરી હતી. આ પચી યુવતીએ રાણપુરમાં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ કરી હતી. ઈન્દ્રજીત ખાચર, જયવીરભાઈ ખાચર, સત્યજીત ખાચર ત્રણેય યુવાનોએ ગુજાર્યો ગેંગરેપ તેવો ફરિયાદમાં યુવતીએ આરોપ કર્યો છે.
યુવતી હાલ જામનગર જીજી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહી છે. પોલીસે ત્રણેય યુવાનો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો :સોનાના દાગીના ભરેલા થેલાની ઉઠાંતરી કરનાર એક જ પરિવારના ૪ સભ્યો ઝડપાયા
આ પણ વાંચો :લીંબડી તાલુકા શિયાણી ગામ ના દિકરીબા એ સાદાઈ થી જન્મ દિવસ ઉજવ્યો
આ પણ વાંચો :અમદાવાદમાં વધુ બે ઝોન માઇક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરાયા,જાણો વિગત
આ પણ વાંચો :અંજારનો કિશોર મોહીત કુસ્તીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
આ પણ વાંચો : કોરોનાના કેસ વધતાં વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટી ઓનલાઇન પરિક્ષા લેશે, જાણો વિગત
