વિશ્વમાં કોરોનાનાં કકડાટ વચ્ચે ભારત માટે ધીમા પણ મક્કમતા સાથેનાં સારા સમાચાર આવી રહ્યા છે. દેશમાં ધીમે ધીમે કોરોના કાબૂમાં આવી રહ્યો હોવાનું કોરોનાનાં રોંજીદા આંકડા કહી રહ્યા છે. ભારતમાં કોરોના સંદર્ભનાં રોજ આપવામાં આવતા અપડેટ પ્રમાણે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના સંક્રમણનાં માત્ર અને માત્ર 18,400 નવા કેસ નોંધવામાં આવ્યા છે. 130 કરોડની આબાદી ઘરાવતા વિશાળ દેશમાં માત્ર 18400 કેસ નોંધવામાં આવતા અને પાછલા ઘણા દિવસથી કેસની સંખ્યામાં ઉત્તરોતર ઘટાડો જોવામાં આવતા કહી શકાય કે ભારતમાં કોરોના ઘીમે ઘીમે પણ કાબૂમાં આવી રહ્યો છે. કેરળ-મહારાષ્ટ્રને બાદ કરતા દેશનાં બાકીનાં 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવા કેસની સંખ્યા હજારથી ઓછી છે.

ભારતમાં એક તરફ કોરોના સંક્રમણનો આંક સતત ઘટી રહ્યો છે તો, સાથે સાથે કોરોના સંક્રમણમાંથી મુક્ત થતા દર્દીઓનો આંક વઘી રહ્યો છે જે વિશેષ મહત્વની બાબત છે. ઉલ્લેખનીય છે કે, પાછલા 24 કલાકમાં 19,200 દર્દીઓએ કોરોનાને માત આપી રિકવરી કરી લીધી છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને માત્ર 2.21 લાખ જ રહી છે. આપને જણાવી દઇએ કે 2.21 લાખ એક્ટિવ કેસમાં પણ કેરળ-મહારાષ્ટ્રમાં જ સૌથી વધુ કેસ નોંધવામાં આવે છે.
![]()
વાત કરવામાં આવે ગુજરાની તો ગઇકાલે અટલે કે પાછલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનાં 685 કેસ નોંધાયા હતા, તો સાથે સાથે 24 કલાકમાં 892 દર્દી સાજા થયા હતા. 24 કલાકમાં 3 દર્દીઓનાં કોરોનાથી મોત થયાનું નોંધવામાં આવ્યું છે. રાજ્યમાં હાલ 8,149 એકટિવ કેસ રહ્યા છે. રાજયમાં કુલ કેસનો આંક 2.50 લાખને પાર પહોંચી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
