Cricket/ શું આ મહિલા ક્રિકેટરમાં સેહવાગની આવી છે આત્મા? જુઓ વીડિયો

ભારત રત્ન અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ હારનો સામનો કરનાર ભારતીય મહિલા ટીમે બીજી વન ડે મેચમાં શાનદાર વાપસી કરી હતી. ભારતીય મહિલાઓએ આફ્રિકી મહિલાઓને ફક્ત 157 રનમાં ઓલ આઉટ કરીને મેચ જીતવાની તરફ પગલુ વધારી દીધુ છે. Cricket / સેહવાગનાં સચિન પર કરેલા મઝાક પર યુવરાજે કહ્યુ- […]

Sports

ભારત રત્ન અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ હારનો સામનો કરનાર ભારતીય મહિલા ટીમે બીજી વન ડે મેચમાં શાનદાર વાપસી કરી હતી. ભારતીય મહિલાઓએ આફ્રિકી મહિલાઓને ફક્ત 157 રનમાં ઓલ આઉટ કરીને મેચ જીતવાની તરફ પગલુ વધારી દીધુ છે.

Cricket / સેહવાગનાં સચિન પર કરેલા મઝાક પર યુવરાજે કહ્યુ- ‘ભાઈ તુ શેર છે પણ તે બબ્બર શેર છે’

જો કે, જ્યારે ભારતીય મહિલા ટીમ 158 રનનો પીછો કરવા માટે ઉતરી ત્યારે ઓપનર સ્મૃતિ મંધાના એક અલગ શૈલીમાં બેટિંગ કરતી જોવા મળી હતી. ભારતીય ઇનિંગની પહેલી જ ઓવરમાં તેણે સતત બે સિક્સર ફટકારીને તાબડતોડ શરૂઆત કરી હતી. તેની તોફાની બેટિંગ જોઈને એવું લાગ્યું કે જાણે ભારતનો ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગની આત્મા તેની અંદર આવી ગઈ હોય. સ્મૃતિનાં આ બે સિક્સર જોઈને સોશિયલ મીડિયા પર ચાહકો વીરુને યાદ કરી રહ્યા છે કારણ કે જ્યારે સેહવાગ ટીમ ઈન્ડિયાની શરૂઆત કરી રહ્યો હતો ત્યારે તે ઘણી વાર પહેલી ઓવરમાં જ ચોક્કા-છક્કાનો વરસાદ કરતો જોવા મળ્યો હતો.

Cricket / લોડ્સનાં મેદાન પર ટીમ ઈન્ડિયાનું ઇતિહાસ રચવાનું સપનુ તૂટ્યું, ગાંગુલીએ કર્યો ખુલાસો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ