દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ખાખરીયા બચકારિયા ગૃપ ગ્રામપંચાયતમાં એન.આર.જીના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ખાખરીયા ગામના ખાતેદારે ડી.ડી.ઓને ભ્રષ્ટાચારને લઈ અરજી કરી છે. કહેવામાં આવ્યું છે, ગામમાં મોટા ભાગના કામો ફક્ત કાગળ પર જ કરવામાં આવ્યા છે. બોગસ ખાતેદારો ઉભા કરી નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે.
- ફતેપુરા તાલુકામાં ભ્રષ્ટાચારના આરોપ
- એન.આર.જીના કામોમાં ભ્રષ્ટાચાર
- ડી.ડી.ઓને કરાઇ અરજી
- કામો ફક્ત કાગળ પર જ કરાયાનો આરોપ
ખાખરીયા બચકરિયા ગ્રામપંચાતમાં થયેલા કામોની DDO સ્થળ તાપસ કરશે ખરા? ગ્રામજનો દ્વારા સરપંચ દ્વારા જાણ વગર બારોબાર નાણાં ઉપાડી લીધાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ખાખરીયા બચકારિયા ગૃપ ગ્રામપંચાયતમાં NRGના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ખાખરીયા ગામના ખાતેદારે DDOને અરજી કરી છે. ગામમાં મોટા ભાગના કામો ફક્ત કાગળ પર જ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
ખાખરીયા ગ્રૂપ ગ્રામપંચાયતના શાન્તિલાલ ગામનાભાઈ ડામોર જણાવી રહ્યા છે કે અમારા ગામમાં એન.આર.જીના કામો માત્ર કાગળ પર જ કરવાંમાં આવ્યા છે. બોગસ ખાતેદારો ઉભા કરી નાણાં ઉપાડી લેવા માં આવ્યા છે. જેમાં અમુક મજૂરો તો એવા છે કે જેમની ઉમર ૧૮ વર્ષથી પણ ઓછી છે. અને જેમના નામે જોબ કાર્ડ છે તેને પણ બોગસ ખાતેદારો ઉભો કરી તેના ખાતામાં નાણાં નાખી ઉપાડી લેવાંમાં આવ્યા છે.
જે ગ્રામજનો સાથે અન્યાય કરી છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. તેમજ પોતાના ઘરના અને મળતિયાને બોગસ મજૂર ઉભા કરીને નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે. અરજદાર શાન્તિલાલ ગમનાભાઈ ડામોર પોતાના સરવે નંબરમાં કોઈ પણ જાતનું કામ થયું નથી છતાં મારા નામના મસ્ટર નીકળેલા છે જ્યારે અમારા સરવે નંબર.42,58,44,11,5માં કોઈ જાત કામ કરવામાં અવ્યું નથી. કે અમારા કુટુંબના કોઈ મજૂરને મજુરી પણ નથી મળી. ખોટા મજૂરો ચાલુ સરપંચના ઘરના તેમજ તેમના મળતિયાના નામો નાખી અમારી જાણ બહાર બારોબાર નાણાંની ઉચાપત કરવામાં આવી છે. જેની યોગ્ય તપાસ થાય તેવી અમારી માંગ છે.
Ukraine Crisis / નો ફ્લાય ઝોનના મુદ્દે નાટો યુક્રેનની માંગ કેમ નથી સ્વીકારી રહ્યું?
Ukraine Crisis / યુક્રેન સંકટ વચ્ચે રશિયા સાથે મિત્રતાનો ભવિષ્યમાં શું ફાયદો થશે ?
Russia-Ukraine war / ક્યા સંજોગોમાં યુક્રેન-રશિયા યુધ્ધ સમાપ્ત થઇ શકે છે ..!!
ભ્રષ્ટતંત્ર / AMCમાં કૌભાંડ કરો અને છૂટી જાવ : ‘બેશરમ’ સિલસિલો
