ક્રાઈમ/ કન્હૈયાલાલની જેમ સુરતના યુવરાજને ગળું કાપી નાખવાની ધમકી, માગી પોલીસ સુરક્ષા

ઉદયપુર સ્થિત દરજી કન્હૈયા લાલની હત્યા અંગે સોશિયલ મીડિયા પોસ્ટ લખવા બદલ ગુજરાતના સુરતમાં એક વ્યક્તિને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. આ વ્યક્તિએ પોલીસનો સંપર્ક કર્યો છે.

Gujarat Surat
યુવરાજ

ઉદયપુર સ્થિત દરજી કન્હૈયા લાલની હત્યા અંગે સોશિયલ મીડિયા પોસ્ટ લખવા બદલ સુરતમાં એક વ્યક્તિને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. આ વ્યક્તિએ પોલીસનો સંપર્ક કર્યો છે અને આ મામલે FIR નોંધાવી છે. આરોપીએ સુરતના રહેવાસી યુવરાજ પોખરાણા નામના વ્યક્તિનું માથું કાપી નાખવાની ધમકી આપી છે.

પરિવાર માટે પોખરાણાએ માગી સુરક્ષા

પોખરાણાએ કહ્યું કે તેના પૂર્વજો ઉદયપુરના રહેવાસી છે અને તે દરજીની હત્યાથી દુઃખી છે. પોખરાણાએ કહ્યું કે તેણે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કોમેન્ટ કરી હતી, જેના પછી તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પોખરાણાએ કહ્યું કે તેણે સુરત પોલીસનો સંપર્ક કર્યો છે અને FIR નોંધાવી છે. તેણે તેના પરિવાર માટે પોલીસ સુરક્ષા પણ માગી છે.

એક કોમેન્ટને લઈને મળી રહી છે ધમકીઓ!

યુવરાજ પોખરાણાએ દાવો કર્યો, ‘મેં એક ટિપ્પણી કરી હતી કે કન્હૈયાલાલની એક ખાસ સમુદાયના લોકો દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આનાથી તે સમુદાયના કેટલાક લોકો ગુસ્સે થયા અને તેઓએ મને મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું. આપને જણાવી દઈએ કે સોમવારે ઉદયપુર શહેરના ધનમંડી વિસ્તારમાં ગ્રાહક તરીકે બે લોકોએ કન્હૈયા લાલનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી. હત્યારાઓએ હત્યાનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ ઇસ્લામના અપમાનનો બદલો લઈ રહ્યા છે. બાદમાં બંને આરોપીઓની રાજસમંદથી ધરપકડ કરવામાં આવી હતી.

ઉદયપુરમાં દરજીની કરવામાં આવી હતી હત્યા

હકીકતમાં, કન્હૈયાને પૈગંબર મુહમ્મદ વિરુદ્ધ કથિત રીતે ‘અપમાનજનક’ ટિપ્પણી કરવા બદલ ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં કથિત પોસ્ટ પછી ધમકીઓ મળી રહી હતી. જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ કન્હૈયાએ સુરક્ષા માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. પીડિત કન્હૈયાના પરિવારનો આરોપ છે કે પોલીસ સમયસર કાર્યવાહી કરી હોત તો તેમને બચાવી શકાયા હોત.

આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં ફરી આરે પ્રોજેકટ મામલે થશે બબાલ,રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેએ શિંદે સરકારના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો:દેશમાં વધઘટ સાથે કોરોનાના નવા 16 હજારથી વધુ કેસ,31 દર્દીઓના મોત

આ પણ વાંચો:સરકારે બદલ્યો આ નિયમ,હવે વિદેશમાં રહેતા સંબધીઓ પાસેથી 10 લાખ રૂપિયા લેવાની આપી છૂટ