ફરજ / લોકગાયિકા રાજલ બારોટે નિભાવી પિતાની ફરજ, નાની બહેનોના લગ્ન કરાવી કર્યું કન્યાદાન

ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટે એક બહેન તરીકેની ફરજ બજાવી સમાજમાં દાખલો બેસાડ્યો છે. રાજલે તેની એક મોટી બહેનનું પણ થોડા વર્ષો અગાઉ ધામધુમથી લગ્ન કરાવ્યુ હતું.

કન્યાદાનથી મોટું કોઈ દાન નથી. ત્યારે ગુજરાતી લોકગાયિકા રાજલ બારોટે પણ પોતાની બે નાની  બહેનોના લગ્ન કરાવી આ પુણ્યની ખરી હક્કદાર બની છે. માતપિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલ રાજલ બારોટે માતપિતા બની બંને બહેનોના લગ્ન કરાવ્યા છે. અને રાજલ બારોટે બન્ને બહેનોનું કન્યાદાન કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટે એક બહેન તરીકેની ફરજ બજાવી સમાજમાં દાખલો બેસાડ્યો છે. રાજલે તેની એક મોટી બહેનનું પણ થોડા વર્ષો અગાઉ ધામધુમથી લગ્ન કરાવ્યુ હતું. અને હવે બે નાની બહેનના ધામધૂમથી લગ્ન કરાવી તેમનું કન્યાદાન કર્યું હતું. ગાંધીનગરમાં યોજાયેલા આ લગ્ન પ્રસંગમાં રાજલ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. આ લગ્નમાં જીગ્નેશ કવિરાજથી લઈને માયાભાઈ આહિર સહિતના ગુજરાતનાં ખ્યાતનામ કલાકારો હાજર રહ્યા હતા.

સ્વ. ગુજરાતી લોકગાયક મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ પોતે પણ એક ખ્યાતનામ લોક ગાયિકા છે. અને સ્વ. મણિરાજ બારોટની બીજી દીકરી રાજલ બારોટનો જન્મ બાલવા (પાટણ) માં થયો હતો. રાજલને ગાયકીની પ્રથમ તક તેમના પિતાએ જ આપી હતી. તેમના આશીર્વાદથી જ હાલ રાજલ લોક ડાયરામાં અને સ્ટેજ પ્રોગ્રામમાં ખૂબ વ્યસ્ત રહે છે. જુલાઈ 2006માં પ્રથમવાર એક લોકગીત ગાયું હતું. જેના શબ્દો હતા, ‘હેલ ભરીને હું તો હાલું ઉતાવળી’ અને તે લોકગીત માટે રાજલને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. ત્યારે તે ખૂબ ખુશ હતી. પિતાના પગલે ચાલીને રાજલ અત્યારે ડાયરા ક્વિન તરીકે જાણીતી બની ગઈ છે.

ચારેય બહેન એકબીજાને રાખડી બાંધે છે –

રક્ષાબંધનમાં બહેન ભાઈના ઘરે જઈને રાખડી બાંધે છે, જ્યારે રાજલ અને તેમની 3 બહેનને કોઈ ભાઈ નથી અને આ બહેનો પોતાના જ ઘરે એકબીજાને રાખડી બાંધે છે અને એકબીજા પાસેથી હંમેશાં સાથે અને સંપીને રહેવાનું વચન માગે છે. જીવનમાં કેવી પણ પરિસ્થિતિ આવે, એકબીજાની પડખે ઊભા રહીને મદદ કરવાનું એકબીજાને વચન આપે છે.

રાજલના જાણીતા સોંગ્સ-

13 વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કરનાર રાજલે અત્યાર સુધીમાં 70 કરતા પણ વધુ આલ્બમોમાં પોતાના સૂર રેલાવી ચૂકી છે. જેમાં આઈ જવાની આઈ, જવાની આ જવાની, દશામાની લીમડી, ચુડેલ માંના ધામમાં, લવનો ડેન્ગ્યું, ઢોલો ગુજરાતનો, ઢોલો હાલ્યો પરદેશ, દશામાની પૂજા, અંબેમાંનો ટાઈગર, ગુજરાતની સિંહણ, એકડે એક અંબેમાંની ટેક, ગલોલો, અંબેમાં મોંઘવારી બની ડાકણ, સુરતની ભનજૂરિયુ, આ સિવાય માણીગર ઢોલા અને રાજલ, હિરલની ધમાલ જેવા સોંગ્સનો સમાવેશ થાય છે.

સરકારી કર્મચારી આનંદો..! / નિવૃત્તિ વય અને પેન્શનની રકમ વધી શકે છે : PMની આર્થિક સલાહકાર સમિતિનો પ્રસ્તાવ

સેનાપતિ વિનાની સેના..! / અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની 8 સામાન્ય સભા પછી પણ વિપક્ષના નેતા નહીં

ગુજરાત / ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત, આ તારીખે લેવાશે પરીક્ષા


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment