મુંબઈની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી છે હવે તેના વકીલે હાઈકોર્ટમાં અરજી કરી છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આજે સેશન્સ કોર્ટમાંથી જામીન મળ્યા નથી. આ પછી તેના વકીલે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આર્યન ખાનના વકીલે જસ્ટિસ નીતિન ડબલ્યુ સામ્બ્રે સમક્ષ જામીન અરજી દાખલ કરી છે. જણાવી દઈએ કે આર્યન ખાન સિવાય કોર્ટે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજીઓ પણ ફગાવી દીધી હતી.
આર્યન ખાન એક અઠવાડિયાથી વધુ સમયથી આર્થર રોડ જેલમાં સામાન્ય કેદીની જેમ જીવી રહ્યો છે. શરૂઆતમાં, જ્યારે આર્યન, અરબાઝા અને મુનમુનને આર્થર રોડ જેલમાં લાવવામાં આવ્યા હતા, ત્યારે તેમને કોવિડ પ્રોટોકોલ હેઠળ સાત દિવસ માટે આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આર્યન ખાને તેના પરિવારના સભ્યો સાથે વીડિયો કોલ પર વાત પણ કરી હતી.
2 ઓક્ટોબરની રાત્રે NCB દ્વારા આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી 17 દિવસ વીતી ગયા પરંતુ આર્યન ડ્રગ્સ કેસમાં જેલમાંથી બહાર આવી શક્યો નથી. શાહરુખ ખાન પરિવાર પણ ટેન્શનમાં છે. NCB ને આર્યનખાન પાસેથી ડ્રગ નથી મળ્યું. પરંતુ NCB એ કોર્ટમાં દાવો કર્યો હતો કે આર્યન ઘણા વર્ષોથી ડ્રગ લઇ રહ્યો છે.
એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે આર્યન ડ્રગ્સની ગેંગ સાથે સંકળાયેલો છે. જોકે, બોલીવુડ સાથે જોડાયેલા લોકો જ NCB ના દાવા પર સવાલ ઉઠાવી રહ્યા છે. સામાન્ય રીતે આવા કેસમાં જામીન ઝડપથી આપવામાં આવે છે, પરંતુ આર્યનનો કેસ કાનૂની ગૂંચવણમાં એટલો ફસાઈ ગયો છે કે તે 17 દિવસ સુધી બહાર આવી શક્યો નથી. સેશન્સ કોર્ટે 14 ઓક્ટોબરે સુનાવણી કર્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. પરંતુ રજાઓના કારણે આ નિર્ણય આજ સુધી મોકૂફ રાખવામાં આવ્યો હતો.
National / પ્રિયંકા ગાંધીની અટકાયત, આગ્રામાં પોલીસ કસ્ટડીમાં સફાઈ કામદારના મોત બાદ રાજકીય હંગામો
