Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ રવિશંકર પ્રસાદનું જ નહીં ટ્વિટરે શશી થરૂરનું એકાઉન્ટ પણ કર્યું હતું લોક

શુક્રવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે કહ્યું કે ટ્વિટર દ્વારા અસ્થાયીરૂપે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદના એકાઉન્ટને અવરોધિત કર્યા પછી તેમની સાથે પણ આવું જ બન્યું હતું…

June 26, 2021Maya Sindhav
Top Stories India

નવા આઈટી નિયમો અંગે સરકાર સાથે થયેલી તકરારની વચ્ચે શુક્રવારે ટ્વિટરે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ એક કલાક માટે લોક કરી દીધું હતું. આ દરમિયાન તેમના એકાઉન્ટમાં એક્સેસ કરવામાં નિષ્ફળ થયા હતા. આ પછી, કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પણ ટ્વિટ કર્યું હતું કે ટ્વિટરએ પણ તેમની સાથે આવું જ કર્યું છે. અમેરિકાના ડિજિટલ મિલેનિયમ કોપિરાઇટ એક્ટ (ડીએમસીએ) નું ઉલ્લંઘન કરીને ટ્વિટરે આ કાર્યવાહી કરી હતી. થરૂરે કહ્યું કે સંસદીય સમિતિ આ અંગે ટ્વિટરનો જવાબ માંગશે.

શશી થરૂરે રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ લોક કરવા અંગે જણાવ્યું હતું કે તેમના જેવી ઘટના મારી સાથે પણ થઈ હતી. હું પણ તે સમયે આઇટી મિનિસ્ટર જ હતો. એક ગાવાના વિડીયોને ટિવટરે વાંધાજનક ગણાવીને તેની સામે કાર્યવાહી કરતા મારુ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું. આમ આગામી સમયમાં હવે ટિવટર અને ભારત સરકાર વચ્ચેનો જંગ કેવું પરિણામ લાવે છે તે જોવાનું રહ્યું.

Raviji, the same thing just happened to me. Clearly DMCA is getting hyperactive. This tweet has been deleted by @Twitter because its video includes the copyrighted BoneyM song"Rasputin": https://t.co/ClgP2OKV1o #DanceIsNotJihad pic.twitter.com/IqQD50WhaU
After process, a/c unlocked. https://t.co/TCeT8aGxV6

— Shashi Tharoor (@ShashiTharoor) June 25, 2021

થરૂરે કહ્યું કે આઇટી અંગેની સંસદીય સ્થાયી સમિતિ આ અંગે ટ્વિટરનો જવાબ માંગશે. શશી થરૂર આ સંસદીય સમિતિના અધ્યક્ષ છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં કામ કરવા છતાં એકાઉન્ટ્સને થોડા સમય માટે લોક કરવામાં આવે છે અને ભારતની બહારના કાયદાનું પાલન કરવામાં આવે છે તેનો જવાબ આપવા ટ્વિટરને કહેવામાં આવશે. શ્રેણીબદ્ધ ટ્વીટમાં થરૂરે ડીસીએમએ પર ટ્વિટરની ક્રિયા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તેને ઘણું શીખવાની જરૂર છે.

આ પણ વાંચો :સાંસદ પ્રજ્ઞા ઠાકુરે શહીદ એટીએસ ના વડા કરકરેની કરી નિંદા,દેશભક્ત પર ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો :વેક્સિનનાં ડરથી ઝાડ પર ચડ્યો યુવક, પત્નીનું આધારકાર્ડ પણ ન આપ્યું

આ અગાઉ કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્વિટ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘મિત્રો! આજે ખૂબ જ વિચિત્ર કહી શકાય તેવી ઘટના બની. ટ્વિટરે મારું એકાઉન્ટ એક કલાક માટે બ્લોક કરી દીધું’ પ્રસાદે પહેલા દેશી માઈક્રોબ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ કૂ મારફતે તથા ત્યારબાદ ટ્વિટર મારફતે આ અંગે માહિતી આપી છે.

આ પણ વાંચો : રિલાયન્સ જામનગરમાં 5000 એકરમાં ધીરુભાઇ અંબાણી ગ્રીનએનર્જી ગીગા કોમ્પ્લેક્સ બનાવશે

સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદના એકાઉન્ટને એક કલાક સુધી બ્લોક કર્યા હતા. જો કે મંત્રીએ વાંધો ઉઠાવ્યો અને ચેતવણી આપ્યા બાદ તેમનું એકાઉન્ટ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ સોશિયલ સાઇટ કુ પર આ માહિતી આપી હતી. તેમના કહેવા મુજબ યુએસ કાયદા ટાંકીને ટ્વિટરે કેન્દ્રીય પ્રધાનનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કર્યું હતું.

આઇટી, માહિતી અને પ્રસારણ તથા ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ટ્વિટરની કાર્યવાહીઆઇટીના નિયમોની વિરુદ્ધ છે. એકાઉન્ટ લોક કરતાં પહેલા ટ્વિટરે મને કોઈ નોટિસ ન આપી. આ દર્શાવે છે કે ટ્વિટરે નિયમોને માનવા ઇચ્છતું નથી. જો ટ્વિટર નવા નિયમોનું પાલન કરતું હોત તો તે કોઈ પણ એકાઉન્ટને તેની ઇચ્છા મુજબ લોક ન કરત.

આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોના 9677 નવા કેસ, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી વધી ચિંતા

Post navigation

બે બાળકોના પિતાએ પ્રેમિકા સાથે ખેતરમાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ કરી હત્યા
એક સેકન્ડનો ફર્ક અને મોતથી આ રીતે ભાગી જિંદગી

More Posts

MCD Elections/ દિલ્હી નગરનિગમની ચૂંટણીમાં આપ 134 બેઠક સાથે સત્તા પર

December 7, 2022December 7, 2022jani

Not Set/ હથિયારો સાથે ગુરુદ્વારામાં પ્રવેશ્યા; કેમેરા તોડીને અનેકને બનાવ્યા બંધક

October 5, 2021October 6, 2021padma prajay

Not Set/ રાજ્યપાલ સાથે મુલાકાત બાદ શરદ પવારની ઉદ્ધવ ઠાકરે સાથે લાંબી બેઠક, સરકાર સ્થિર કે પછી…

May 26, 2020Bhavesh Vyas

મધ્યપ્રદેશ/ ભિંડમાં ગમખ્વાર અકસ્માત, બસ અને ડમ્પર વચ્ચે અથડામણમાં 7 ના મોત થયા

October 1, 2021October 1, 2021Hemangi jani
cab

New Delhi/ દિલ્હીમાં સ્કૂલ કેબ ડ્રાઈવરોની હડતાળ, 6 લાખ બાળકોને સમસ્યા થશે

August 1, 2022August 1, 2022Nita vagh
AMCમાં ‘ઓપરેશન ગંગાજળ’: 50થી વધુ કામચોર કર્મચારીઓ પર ગાજ

Ahmedabad News/ અમદાવાદ મ્યુનિ.માં ‘ઓપરેશન ગંગાજળ’ શરૂ: 50-55 વર્ષની ઉંમરના કામચોર કર્મચારીઓને ફરજિયાત નિવૃત્તિ

May 4, 2026Maya Sindhav
થરાદમાં Suicide Point બની નર્મદા કેનાલ

Tharad News/ થરાદમાં નર્મદા કેનાલમાંથી એક જ દિવસમાં ત્રણ લાશ મળતા ચકચાર

March 14, 2026jani

ગુજરાત/ અમદાવાદીઓ સાવધાન! ગજાનંદ પૌંઆના ઉપમામાંથી નીકળ્યો વંદો અને પછી ગ્રાહકે જે કર્યું…..

January 4, 2024January 4, 2024Maya Sindhav

NIA દરોડા/ NIAએ ગઝવા-એ-હિંદ કેસમાં અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા,પાકિસ્તાન કનેકશન સામે આવ્યું….

November 26, 2023garima rao
India Bangladesh Water Dispute: તીસ્તાથી સિંધુ સુધી વોટર ડિપ્લોમસી!

international news/ UN સુધી પહોંચવાની ચીમકી! પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશનું વોટર ડિપ્લોમસી કાર્ડ

August 22, 2026Jaymin Dhiman
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy