Not Set/ બે બાળકોના પિતાએ પ્રેમિકા સાથે ખેતરમાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ કરી હત્યા

અમદાવાદમાં પ્રેમ સંબંધમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા નિપજાવનારા આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

Ahmedabad Gujarat

અમદાવાદમાં પ્રેમીએ સગીર પ્રેમિકા સાથે શારીરિક સબંધ બાંધ્યા  બાદ પોતાના જ હાથે ઝેરી દવા પીવડાવી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. હાલ આ આરોપી રખિયાલ પોલીસની કસ્ટડીમાં રહેલો છે. જે મૂળ દસ્ક્રોઇના હુકા ગામનો વતની છે. પોલીસે તેની ધરપકડ અપહરણ, દુષ્કર્મ, હત્યા, પુરાવાનો નાશ કરવો જેવા અલગ-અલગ ગંભીર ગુનામાં કરી છે. જોકે આરોપી વિરુદ્ધ વધુ પુરાવા મળ્યા બાદ પોલીસ અન્ય કલમોનો પણ ઉમેરો કરશે. આરોપીએ કાવતરું રચી પોતાની સગીર પ્રેમિકાનું અપહરણ કરી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

આપને જણાવી દઈએ કે, ખેતરમાં યુવકે સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યાર બાદ સગીરાએ લગ્ન કરવાની વાત કરતા આરોપી યુવતીની હત્યા કરીને તેની લાશ ઓઢવ રિંગરોડ પર નાખીને ફરાર થઇ ગયો હતો. રખિયાલ પોલીસના અનુસાર આરોપી અને મૃતક વચ્ચે પ્રેમ સંબંધ હતો. આરોપી સગીરાનું અપહરણ કરીને ફરાર થઇ ગયો હતો. અપહરણનો ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી અને પુછપરછ કરતા પ્રેમિકાની હત્યા કરી લાશ રિંગ રોડ પર ફેંકી દીધી હતી.

આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં નિયમ નહીં પાળનાર ઈમારતો સામે કાર્યવાહી શરૂ કરાઈ

આ પણ વાંચો :ખત્રી વિદ્યાલય દ્વારા ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલ શેરી શિક્ષણ આકર્ષણનું કેન્દ્ર બન્યુ

આરોપીએ આચરેલા ગુના પાછળની હકીકત પર નજર કરીએ તો આરોપી અને તેની પ્રેમિકા છેલ્લા ઘણા સમયથી એકબીજાથી પરિચયમાં હતા. જોકે સગીરાની સગાઇ નક્કી થઈ હોવાથી બન્નેએ ભાગી જવાનું નક્કી કર્યું હતું, પરંતુ આરોપી પરણિત અને બે બાળકોનો પિતા હોવાથી સગીરા સાથે લગ્ન કરી શકે અથવા તેની સાથે રહી શકે તે શક્ય ન હોવાથી તેની હત્યા કરી હતી. જે હત્યા માટે પહેલેથી જ જંતુનાશક દવા ખરીદી પોતાની સાથે લઈ ગયો હતો અને તારીખ 23 જૂનના રોજ સગીરાનું અપહરણ કરી સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધો બાંધી બાદમાં ઝેરી દવા પીવડાવી હત્યા કરી લાશને ઓઢવ રિંગ રોડ પર ઝાડીઓમાં ફેંકી ઘરે જતો રહ્યો હતો.

રખિયાલ વિસ્તારમાં 15 વર્ષની સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. આ પરિવાર પહેલા દસક્રોઇ તાલુકાના હુકા ગામે રહેતો હતો. ગામમાં રહેતા દિલીપ ઉર્ફે બોબો ઠાકોરને સગીરા સાથે પ્રેમ સંબંધ હતો. સગીરાના લગ્ન નક્કી થતા ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. દિલીપ રખિયાલ આવી સગીરાને તેની બાઇક પર લઇ ગયો હતો.

આ પણ વાંચો : વોરાકોટડા રોડ પર ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતો ગૃહ ઉદ્યોગ ઝડપાયો

બીજી તરફ દીકરી ગુમ થતા માતા-પિતા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. રખિયાલ પીઆઇ જે.વી રાઠોડે તાત્કાલિક છોકરી અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં હુકા ગામના દિલીપ ઠાકોર સાથે પ્રેમસંબંધ હોવાનું બહાર આવતાં તેની ગામમાંથી જ ધરપકડ કરી લીધી હતી.

આરોપીની પૂછપરછ કરતા દિલીપે લગ્ન કરેલા હતા અને અને તેને બે બાળકો હોવાથી તે આ સગીરાને અપનાવી શકે તેમ ન હતો, જેથી તેણીની હત્યા કરી નાખી હતી. આરોપીએ પોલીસ સમક્ષ તમામ હકીકતની કબૂલાત કરી હતી. રખિયાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :વઢવાણમાં ભુસાની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ઈંગ્લીશ દારૂની 8400 બોટલ જપ્ત કરી