USA/ વધુ એક ભારતીય મૂળનાં અમેરિકન મહિલા વાઇટ હાઉસમાં સર્વોચ્ચ હોદ્દો સંભાળી શકે છે

વ્હાઇટ હાઉસના ઉચ્ચ પદ ઉપર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નીરા ટંડનની નિમણુંક કરવા માટે અમેરિકાનાં નવ નિયુક્ત રાષ્ટ્રપતિ જો બિડન દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે.

NRI News

વ્હાઇટ હાઉસના ઉચ્ચ પદ ઉપર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નીરા ટંડનની નિમણુંક કરવા માટે અમેરિકાનાં નવ નિયુક્ત રાષ્ટ્રપતિ જો બિડન દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. જો બિડન  ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ ડિરેક્ટર તરીકે નીરા ટંડનને નિમણુંક આપશે. જો કે, સમગ્ર મામલો હાલ અમેરિકી નિયમો અનુસાર સેનેટમાં છે અને  સેનેટ દ્વારા બહાલી મળશે તો આ હોદા ઉપર સૌપ્રથમ અશ્વેત મહિલાની નિમણુક એ એક વિક્ર્મનું સર્જન કરશે.

Joebiden to nominate indian american neera tanden as budget chief | World News

AMERICA / બિડેનની એજન્સી સમીક્ષા ટીમમાં 20 ભારતીય, ટ્રમ્પ વહીવટમાંથી સ…

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડન ઇન્ડિયન અમેરિકન  મહિલા સુશ્રી નીરા ટંડનની વ્હાઇટ હાઉસના ઉચ્ચ પદ ઉપર નિમણુંક કરવા  તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. સુશ્રી નીરાને ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ ડિરેક્ટર તરીકે નિમણુંક અપાશે. જે વ્હાઇટ હાઉસનો ખુબ ઉંચો અને મહત્વનો હોદ્દો ગણાય છે.

Joe Biden expected to name Indian American Neera Tanden as budget chief

સ્થાનિક સમાચાર સૂત્રોએ જણાવ્યું છે કે, જો યુ.એસ. સેનેટમાં ભારતીય મૂળના મહિલા 50 વર્ષીય  સુશ્રી નીરાની નિમણૂકને બહાલી મળશે, તો આ હોદા ઉપર બિરાજમાન થનાર તેઓ સૌપ્રથમ અશ્વેત મહિલા બનશે. હાલમાં તેઓ સેન્ટર ઓફ અમેરિકન પ્રોગ્રેસ ચીફ એક્ઝિક્યુટિવ તરીકે તેઓ સેવાઓ આપી રહ્યા છે.

The Rematch: Bernie Sanders vs. a Clinton Loyalist - The New York Times

AMERICA / બિડેનનો મોટો નિર્ણય, ભારતીય મૂળના વિવેક મૂર્તિને આપ્યું આ મહ…

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં હાલમાં જ ખતમ થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ તરીકે જો બિડન ચૂંટાઇ આવ્યા છે. બિડનનાં પ્રતિનીધી મંડળમાં ભારતીય મૂળનાં અનેક અમેરિકન સામેલ છે. અમે હાલની ચૂંટણીમાં ચૂંટાઇ આવેલા અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ પણ ભારતીય મૂળના મહિલા છે તે વાત વિદિત છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…