પાકિસ્તાને યુએઈમાં રમાનારી આઈસીસી ટી 20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાને દિગ્ગજ ખેલાડી શોએબ મલિક અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા કેપ્ટન સરફરાઝ અહમદને તેની 18 સભ્યોની ટીમમાં સામેલ કરેલ નથી. આઇસીસી ટી 20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યોજાવાનો છે.
આ પણ વાંચો – IND vs ENG / ટીમ ઈન્ડિયાને શાર્દુલ ઠાકુરનાં રૂપમાં મળી ગયો નવો ઓલરાઉન્ડર
આપને જણાવી દઇએ કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) સોમવારે ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને ટી 20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. શોએબ મલિક અને મોહમ્મદ આમિરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. 15 સભ્યોની ટીમ સિવાય ત્રણ ખેલાડીઓને રિઝર્વ ખેલાડી તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. જણાવી દઇએ કે, ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરે મેચ રમાવાની છે. આસિફ અલી અને ખુશદિલ શાહની પાકિસ્તાન ટી 20 ટીમમાં વાપસી થઇ છે. પાકિસ્તાને ટી 20 વર્લ્ડકપ પહેલા ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામે ટી 20 સીરીઝ રમવાની છે. આસિફ અને ખુશદિલને તેમના સ્થાનિક પ્રદર્શનનાં આધારે ટીમમાં સ્થાન મળ્યું છે.
🇵🇰 Pakistan have named their squad for the ICC Men's @T20WorldCup 2021.
Details 👉 https://t.co/s3VPjFKbUc pic.twitter.com/hTCtmNaJ0F
— ICC (@ICC) September 6, 2021
પાકિસ્તાન ટી 20 ટીમ
બાબર આઝમ, શાદાબ ખાન, આસિફ અલી, આઝમ ખાન, હેરિસ રાઉફ, હસન અલી, ઇમાદ વસીમ, ખુશદિલ શાહ, મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ, શાહીન શાહ આફ્રિદી, શોએબ મકસૂદ.
આ પણ વાંચો – IND vs ENG / વિરાટ કોહલીએ આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમનાં દરવાજા પર કાઢ્યો ગુસ્સો, Video
જણાવી દઈએ કે, ટી 20 વર્લ્ડ કપ માટે જે 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે તેમાંથી પાંચ બેટ્સમેન, બે વિકેટકીપર બેટ્સમેન, ચાર ઓલરાઉન્ડર અને ચાર ફાસ્ટ બોલર છે. ફખર ઝમાન, ઉસ્માન કાદિર અને શાહનવાઝ દહાનીનું રિઝર્વ તરીકે નામ આપવામાં આવ્યું છે. મુખ્ય પસંદગીકાર મોહમ્મદ વસીમે કહ્યું, “ટી 20 ક્રિકેટનાં આધુનિક દિવસને જોતા, અમે તમામ વિભાગોને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં અમને આશા છે કે ટીમ મજબૂત પ્રદર્શન કરશે.
