- 27 ફેબ્રુ.ની પોલિયો દિવસ તરીકે ઉજવણી
- રાજ્યમાં આજથી ફર્સ્ટ પોલિયો અભિયાનની શરૂઆત
- 38 હજારથી પણ વધારે બુથોમાં ટીકાકરણ
- મિશન ઇન્દ્ર ધનુષ હેઠળ વેકસીન અપાય છે
- બાકી રહેલા બાળકોના ઘરે જઇને કરાશે ટીકાકરણ
રાજ્યમાં આજનો દિવસ એટલે કે, 27 ફેબ્રુઆરીને પોલિયો દિવસ તરીકે ઉજવાય છે.ત્યારે રાજ્યમાં આજથી ફર્સ્ટ પોલિયો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.ઈન્દ્રધનુષ મિશન અંતર્ગત બાળકોને ટીકાકરણ કરાઈ રહ્યું છે.માટે રાજ્યમાં 38 હજારથી વધારે બુથો પર બાળકોનું ટીકાકરણ કરવામાં આવી રહ્યું છે.તેમજ ગ્રામીણ અને શહેરમાં રહી ગયેલા બાળકોને ઘરે ઘરે જઈને ટીકાકરણ કરવામાં આવશે. ત્યારે આજના આ દિવસે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, પલ્સ પોલિયો બાળકોને પીવડાવી બાળકોને તંદુરસ્ત રાખીએ.
આજથી સમગ્ર રાજ્યમાં પોલિયો રવિવારની ઉજવણી કરવામાં આવી રહી છે. 1 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મંત્રીનિવાસ, ગાંધીનગરથી કાર્યક્રમની શરૂઆત કરી. દરેક ક્ષેત્રોમાં બે દિવસ ટીકાકરણ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘર જઈ આરોગ્ય વિભાગના કર્મચારી પલ્સ પોલિયો પીવડાવશે. રાજ્યભરમાં અંદાજિત 75 લાખ બાળકોને પોલિયો પીવડાવવામાં આવશે. આ માટે રાજ્યભરમાં અંદાજિત 35 હજાર જેટલા બુથ બનાવવામાં આવ્યા છે.
કોરોનાની ત્રીજી લહેરને કારણે પોલિયો અભિયાન આગળ ધકેલાયુ હતું. સરકારે પોલિયો રસીકરણ કાર્યક્રમને ‘અનપેક્ષિત પ્રવૃત્તિઓ’ને કારણે આગામી આદેશ સુધી ટાળી દીધો હતો. આ કાર્યક્રમ હેઠળ દેશભરમાં 0-5 વર્ષની ઉંમરના બાળકોને પોલિયો સામે રક્ષણ માટે વેક્સિનના બે ટીપાં પીવડાવવામાં આવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કાર્યક્રમને ટાળવા વિશે તમામ રાજ્યોને 9 જાન્યુઆરીએ પત્ર દ્વારા માહિતી આપી હતી. આજથી ગુજરાતમાં રસીકરણથી બાકી રહી ગયેલા બાળકોની ઓળખ થશે તથા તેમનું પોલિયો રસીકરણ કરવામાં આવશે. આ રસીકરણ પોલિયો વાયરસ વિરુદ્ધ રાષ્ટ્રીય સ્તર પર સંપૂર્ણ સંરક્ષણનું સ્તર બનાવી રાખવા માટે જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે 27મી ફેબ્રુઆરી પલ્સ પોલિયો રવિવારે ગુજરાતમાં 75 લાખથી વધુ, મહેસાણા જિલ્લામાં 2.42 લાખ જેટલા અને વિસનગર તાલુકામાં 37 હજારથી વધુ 0થી 5 વર્ષની ઉંમરના બાળકોને પોલિયોની રસીના બે ટીપા પીવડાવીનેનું સુરક્ષાકવચ જ આપવામાં આવશે તેમ આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું.
બાળકો માટે રસીકરણની યોજનામાં પોલિયોની રસી મુખ્ય છે. આ રસી બાળકને મોં વાટે પીવડાવવામાં આવે છે. પોલિયો નાના બાળકોને થતો ભયંકર રોગ છે. તેમાં બાળકના પગ ખોટા પડી જઈ બાળક કાયમ માટે અપંગ થઈ જાય છે. જો કે પોલીયો વિરોધી રસીથી બાળકોને આ રોગથી બચાવી શકાય છે.
આ પણ વાંચો :મોરબીમાં ચાલીને જતાં માતા-પુત્રી સાથે બન્યું એવું કે… અચાનક જ મળ્યું મોત
આ પણ વાંચો :સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો આધુનિક બન્યા,ખેતરમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કર્યો
આ પણ વાંચો :લીંબડીના ભલગામડા ગામે તળાવ કાંઠે 5,000 વૃક્ષોનું સંકલ્પવન બનશે
આ પણ વાંચો : યુધ્ધની ભયાવહ પરિસ્થિતિમાં યુક્રેન અને પોલેન્ડ સરહદ વચ્ચે અટવાયા ભૂખ્યા તરસ્યા વિદ્યાર્થીઓ, સરકારને કરી વિનંતી
