ગોધરા શહેર બહાર અમદાવાદ હાઈવે ઉપર આવેલા વાવડી ટોલ બુથને હટાવવા માટે પંચમહાલ ના સાંસદ સભ્ય રતનસિંહ રાઠોડ પુનઃ કેન્દ્ર સરકારના સડક પરિવહન અને રાષ્ટ્રીય રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી સમક્ષ રૂબરૂમાં લેખિત રજૂઆત કરીને ડાકોરના દર્શનાર્થે જતા શ્રધ્ધાળુઓને ભારેખમ ટોલટેક્ષ માંથી મુક્તિ અપાવવાની રજૂઆત કરી હતી. પંચમહાલ….
વધુ વિગત અનુસાર પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા વાવડી ટોલ બુથ દૂર કરવા માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સમક્ષ રજૂઆત કરી છે. ગોધરા શહેર બહાર અમદાવાદ દાહોદ નેશનલ હાઈવે ઉપર આવેલ વાવડી ટોલટેક્ષ ડાકોરમાં દર્શન માટે જતા શ્રધ્ધાળુઓ માટે ભારેખમ બની રહયો છે.એટલા માટે કે ડાકોર જતા આ જુના માર્ગને શહેરના પ્રવેશદ્વારથી અંદાઝે ૧૦ કિ.મી.ના રસ્તાને એક્સપ્રેસ હાઈવે સાથે જોડી દેવામાં આવતા આ ટૂંકા અંતરનો પણ ભારેખમ ટોલટેક્ષ ચૂકવવો પડતો હોવાની રજૂઆતો સંદર્ભમાં પંચમહાલના સાંસદ સભ્ય રતનસિંહ રાઠોડે ગત માર્ચ મહિનામાં વાવડી ટોલ પ્લાઝાને દૂર ખસેડવા સંદર્ભમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખ્યો હતો. જો કે ડાકોરના દર્શનાર્થીઓની વાવડી ટોલ પ્લાઝા હટાવવાની માંગણીઓ પૂર્ણ નહિ થતા પંચમહાલનાં સાંસદ સભ્ય રતનસિંહ રાઠોડે પુનઃ ભારત સરકારના માર્ગ પરીવહન મંત્રી નીતિન ગડકરીની મુલાકાત લઈને રજૂઆત કરી છે અને તાત્કાલિક આ બુથ બંધ કરવા માગ પણ કરી છે જેથી જાહેર જનતાને ખોટા કરમાંથી મુક્તિ મળે.
