જૂના જમાનામાં બાળકીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી ત્યારે એ વખતના જાગૃત લોકોએ આવી માન્યતાઓ સામે બળવો પોકાર્યો હતો પરંતુ વર્તમાન સમયમાં એક તરફ ટેકનોલોજી આગળ વધી રહી છે તેની વચ્ચે પણ દેશના અમુક કિસ્સાઓમાં અંધશ્રદ્ધા આસમાને જોવા મળી રહી એટલું જ નહીં શ્રદ્ધાની આડમાં જીવ ગુમાવવાનો વારોએટલું જ નહીં શ્રદ્ધાની આડમાં જીવ ગુમાવવાનો વારો પણ આવે છે.આંધ્ર પ્રદેશના ચિત્તુરથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. અહીં એક માતાપિતા પોતાના જ બે બાળકો માટે યમદૂત બની ગયા હતા. અંધવિશ્વાસના ચક્કરમાં માતાએ પોતાની બે દીકરીઓને મોતને ઘાટ ઉતારી દીધી હતી. માતાની આ કરતૂતમાં પિતા પણ સામેલ હતા.આરોપીઓએ આ ઘટનાને રવિવારે ચિત્તુરના મદનાપલ્લે વિસ્તારમાં આવેલાં પોતાના ઘરમાં અંજામ આપ્યો હતો. અભણ હોય અને અંધશ્રદ્ધામાં માનતા હોય તેને સમજી શકાય પરંતુ ભણેલા-ગણેલા લોકો પણ અંધશ્રદ્ધાનો ભોગ બને છે ત્યારે આ ઘટનાની જાણ થતાં પાડોશીઓ પણ હેરાન થઈ ગયા કે આટલાં ભણેલાં હોવા છતાં પ્રિન્સિપાલ દંપતીએ અંધવિશ્વાસમાં આવી ગયા અને પોતાની બે દીકરીઓની કરપીણ હત્યા કરી દીધી.

announced / દિલ્હી જવાના તમામ રસ્તાઓ બંધ, ટ્રેકટર પરેડને ધ્યાનમાં રાખીને ટ્રાફિક એડવાઇઝરી જાહેર
તેમની બંને દીકરીઓના નામ 27 વર્ષીય અલેખ્યા અને 22 વર્ષીય સાઈ દિવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પરિવાર મદનાપલ્લેમાં શિવાલયમ ટેમ્પલ સ્ટ્રીટમાં રહેતા હતા. પોલીસનું કહેવું છે કે આરોપી માતાએ પોતાની બંને દીકરીઓ પર ડમ્બલ વડે હુમલો કરીને હત્યા કરી દીધી હતી. આરોપીઓની મોટી દીકરી અખેલ્યાએ ભોપાલથી માસ્ટર્સ ડિગ્રી હાંસલ કરી હતી તો નાની દીકરી સાઈ દિવ્યાએ બીબીએ કર્યું હતું. સાઈ દિવ્યા મુંબઈમાં એઆર રહેમાન મ્યુઝિક સ્કૂલની સ્ટુડન્ટ પણ હતી અને લોકડાઉન દરમિયાન ઘરે પરત ફરી હતી.
announced / દિલ્હી જવાના તમામ રસ્તાઓ બંધ, ટ્રેકટર પરેડને ધ્યાનમાં રાખીને ટ્રાફિક એડવાઇઝરી જાહેર
આ ઘટનાની તપાસ દરમિયાન પાડોશીઓએ પોલીસને જણાવ્યું કે આ પરિવાર લોકડાઉન દરમિયાનથી જ અજીબ રીતે વર્તન કરતા હતા. રવિવારની રાત્રે આ ઘરમાં ચીસો સંભળાતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘરે પહોંતી તો દંપતીએ ઘરને અંદરથી બંધ કરી દીધું હતું. જેમ તેમ પોલીસ અંદર ગઈ અને જે નજારો જોય તે જોઈને ચોંકી ઉઠી ગતી. એક દીકરીની લાશ પુજાઘરમાં મળી તો બીજીની લાશ એક રૂમમાં પડી હતી. બંનેની લાશ પર લાલ કપડું ઢાંકેલું હતું.
GOOGLE / 72માં પ્રજાસતાક પર્વની દેશમાં અનોખી ઉજવણી, ગૂગલે બનાવ્યું અનોખું ડુડલ,વિવિધ સંસ્કૃતિની ઝલકના દર્શન
પોલીસનું કહેવું છે કે જ્યારે આરોપી પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આ જઘન્ય અપરાધ માટે બંનેના ચહેરા પર સહેજ પણ પસ્તાવો ન હતો. પોલીસે કારણ પુછ્યું તો તેઓએ કહ્યું કે, તેમની બંને દીકરીઓ સુરજ ઉગવાની સાથે જ જીવિત થઈ જશે, કેમ કે કળિયુગ ખતમ થઈ જશે અને સોમવારથી સતયુગ શરૂ થશે. દંપતીને પોતાની આ વાત પર તેમને પૂરો વિશ્વાસ હતો. પોલીસે આરોપી દંપત્તીની ધરપકડ કરી છે.
tractor parade / આજે ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ, કૃષિ કાયદાની વિરુધ્ધમાં ઝાંખીઓ દર્શાવાશે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
