story/ ટાટાનો હાથ એર ઇન્ડિયાને સાથ, 87 વર્ષ પછી ટાટા ગ્રુપ ફરીથી એર ઈન્ડિયાના માલિક બની શકે

એર ઇન્ડિયા ખરીદવા માટે રૂચિ પત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ ૧૪ ડિસેમ્બર છે. આ દરમિયાન જાણવા મળી રહ્યું છે કે, ટાટા સમૂહે આ માટે ઇઓઆઇ જમા કરાવ્યું છે.

Top Stories Business

એર ઇન્ડિયા ખરીદવા માટે રૂચિ પત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ ૧૪ ડિસેમ્બર છે. આ દરમિયાન જાણવા મળી રહ્યું છે કે, ટાટા સમૂહે આ માટે ઇઓઆઇ જમા કરાવ્યું છે. જો ટાટાને સફળતા મળશે તો ૮૭ વર્ષ બાદ ફરી એર ઇન્ડિયા આ ગ્રુપ પાસે આવી શકે છે.

A history lesson for Tatas (and Indigo) as they consider buying out Air  India

  • ટાટાનો હાથ, એર ઇન્ડિયાને સાથ (હેડિંગ)
  • એર ઇન્ડિયા ખરીદવાને લઇ સૌથી મોટી જાહેરાત
  • ટાટા કંપની અને એર એશિયાનું સંયુક્ત સાહસ
  • એર ઇન્ડિયા પર 90,000 કરોડ રૂપિયાનું દેવુ

હાલમાં ટાટા સન્સની એરલાઇન્સ કંપની વિસ્તારા છે, જે તે સિંગાપોર એરલાઇન્સના સહયોગથી ચલાવવામાં આવે છે. હવે તે પોસાય તેવી એરલાઇન્સ એરએશિયા AirAsia દ્વારા એર ઇન્ડિયામાં રુચિ બતાવી રહ્યું છે. સિંગાપોર એરલાઇન્સ આ સરકારી વિમાન કંપનીમાં રોકાણ કરવા માટે ઉત્સુક નહોતી. કેમકે એર ઇન્ડિયા પર લગભગ 90,000 કરોડ રૂપિયાનું દેવું છે.

  • 87 વર્ષ પછી ટાટા ગ્રુપ ફરીથી એર ઈન્ડિયાના માલિક બની શકે
  • એર એશિયામાં તાજેતરમાં જ ટાટાએ હિસ્સો વધાર્યો
  • ટાટા એરલાઇન્સમાંથી એર ઇન્ડિયા અને હવે પાછી ટાટા એરલાઇન્સ ?

તાજેતરમાં, ટાટા સન્સે એરએશિયામાં  તેનો હિસ્સો 51 ટકા વધાર્યો છે. ટાટા જૂથની સ્થાપના ઓક્ટોબર 1932 માં ટાટા એરલાઇન્સ દ્વારા કરવામાં આવી હતી, જે હવે એર ઈન્ડિયા તરીકે ઓળખાય છે. નોંધનીય છે કે, ભારતમાં એરલાઇન્સની શરૂઆત ટાટા સમૂહના વડા જેઆરડી ટાટાએ ૧૯૩૨માં ટાટા એરલાઇન્સના રૂપમાં કરી હતી. જે બાદ તેનું નામ એર ઇન્ડિયા કરવામાં આવ્યું હતું અને આઝાદી બાદ તેનું સરકારીકરણ થયું હતું. ૧૯૫૩થી આ સંપૂર્ણ રીતે ભારત સરકારના નિયંત્રણમાં છે.

  • ટાટા ગ્રૂપ-એર એશિયા દ્વારા EOI દાખલ કર્યું
  • અગાઉ સરકારને મળી હતી નિષ્ફળતા
  • બંધ કરવાનું એલાન કરી ચૂકી છે સરકાર

ટાટા ગ્રુપે એર એશિયા ઇન્ડિયા દ્વારા આ ઇઓઆઇ દાખલ કર્યું છે. એર એશિયામાં ટાટા સમૂહની ભાગીદારી છે. ઉપરાંત એર ઇન્ડિયાના ૨૦૦ કર્મચારીઓના એક ગ્રુપે પણ કંપની ખરીદવા માટે બોલી લગાવવાની ઇચ્છા જાહેર કરી છે. આ પહેલાં વર્ષ ૨૦૧૮માં સરકાર દ્વારા એર ઇન્ડિયાનો ૭૬ ટકા ભાગ વેચવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. જ્યારે ગયા વર્ષે મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે, જો એર ઇન્ડિયાનું ખાનગીકરણ નહીં થઇ શકે તો આને બંધ કરવા સિવાય કોઇ વિકલ્પ નહીં હોય. ઉલ્લેખનીય છે કે, નુકસાનમાં ચાલી રહેલી એર ઇન્ડિયા પર હજારો કરોડ રૂપિયાનું દેવું છે.

બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…