T20 World Cup/ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે રમાશે ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઈનલ, જાણો કઇ ટીમનો રહ્યો છે દબદબો

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 20 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. આ દરમિયાન ઈંગ્લિશ ટીમનો દબદબો રહ્યો છે. ઈંગ્લેન્ડે 13 મેચમાં જીતનો ઝંડો લહેરાવ્યો હતો અને ન્યૂઝીલેન્ડ માત્ર 7 મેચ જીતી શક્યું હતું.

Sports
ઈગ્લેન્ડ vs ન્યૂઝીલેન્ડ

આજે T20 વર્લ્ડકપ 2021ની પ્રથમ સેમિફાઇનલ મેચ રમાશે, જેમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ આમને સામને હશે. બન્ને ટીમો અબુધાબીનાં શેખ જાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી ટકરાશે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડે લીગ તબક્કામાં શાનદાર પ્રદર્શન કરીને અંતિમ ચારમાં જગ્યા બનાવી છે.

https://twitter.com/ICC/status/1458321063398592514?s=20

આ પણ વાંચો –T20 World Cup / શું Captaincy છોડ્યા બાદ સન્યાસ લઇ રહ્યો છે વિરાટ કોહલી?

આપને જણાવી દઇએ કે, સુપર-12 રાઉન્ડમાં બન્ને ટીમોએ પાંચમાંથી ચાર મેચ જીતી હતી. ઈંગ્લેન્ડે એક વખત T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે, જ્યારે અગાઉની ટૂર્નામેન્ટમાં રનર અપ રહી હતી. ઈંગ્લિશ ટીમ હવે ત્રીજી વખત ફાઇનલમાં પહોંચવાનો પ્રયાસ કરશે. આ સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ વખત ટાઈટલ મેચમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 20 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. આ દરમિયાન ઈંગ્લિશ ટીમનો દબદબો રહ્યો છે. ઈંગ્લેન્ડે 13 મેચમાં જીતનો ઝંડો લહેરાવ્યો હતો અને ન્યૂઝીલેન્ડ માત્ર 7 મેચ જીતી શક્યું હતું. જો કે, છેલ્લી પાંચ મેચોની વાત કરવામાં આવે તો કિવી ટીમનો દબદબો રહ્યો છે. ન્યૂઝીલેન્ડે ત્રણ અને ઈંગ્લેન્ડે બે મેચમાં વિજયનો સ્વાદ ચાખ્યો હતો. વળી, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમો T20 વર્લ્ડકપમાં 5 વખત આમને-સામને આવી છે, જેમાં ઇઓન મોર્ગનની આગેવાની હેઠળની ટીમ એક ડગલું આગળ હતી. ઈંગ્લેન્ડે 3 મેચમાં અને ત્રણ મેચમાં કિવી ટીમને જીત મળી છે. આ મેચ દ્વારા, ન્યૂઝીલેન્ડની ટીમ 2019 ODI વર્લ્ડકપની ફાઇનલમાં હારનાં પરાજયને દૂર કરવા માટે પ્રયત્ન કરશે. જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડમાં આયોજિત વર્લ્ડકપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ઈંગ્લેન્ડે હરાવ્યું હતું. ઈંગ્લિશ ટીમ વર્તમાન ટૂર્નામેન્ટમાં ટાઈટલની પ્રબળ દાવેદાર તરીકે ઉતરી છે. અત્યાર સુધી તેણે અપેક્ષાઓ મુજબનું પ્રદર્શન કર્યું છે. ઈંગ્લેન્ડને તેની અંતિમ લીગ મેચમાં ભલે હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ સેમિફાઇનલમાં ટીમ ભૂલ કરવાના મૂડમાં નહીં હોય. ઈંગ્લેન્ડની ટીમ એક ફેરફાર સાથે મેદાનમાં ઉતરી શકે છે.

https://twitter.com/T20WorldCup/status/1458253128017588224?s=20

આ પણ વાંચો – T20 World Cup / એકવાર ફરી દર્શકોથી ભરેલુ જોવા મળશે સ્ટેડિયમ, ફાઈનલ મેચ માટે તૈયારી શરૂ

ઓપનર જેસન રોય ઇજાગ્રસ્ત હોવાથી સેમ બિલિંગ્સ અથવા ડેવિડ વિલીમાંથી એકને તક મળી શકે છે. રોય અને જોસ બટલર ટૂર્નામેન્ટની વિસ્ફોટક ઓપનિંગ જોડી રહી છે પરંતુ હવે જોની બેરસ્ટો બટલર સાથે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમે શરૂઆતી મેચ હાર્યા બાદ સતત ચાર જીત નોંધાવી છે. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડનાં વિનિંગ કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી. સુપર-12 રાઉન્ડમાં બંને ટીમોએ પાંચમાંથી ચાર મેચ જીતી હતી.