Viral Video/ પત્નીને ખુશ કરવા પતિએ કર્યું એવું કે, તમને જાણીને ચક્કર આવી જશે

પત્નીને ખુશ કરવા માટે એક માણસે તેના માટે ફરતું ઘર બનાવ્યું છે. જો કે આ માટે પણ એક મોટું કારણ હતું, જેમાં પત્ની ઇચ્છતી હતી કે તેના ઘરની…

Videos
પત્નીને ખુશ

દુનિયામાં પતિ અને પત્ની વચ્ચેના સંબંધને એક પવિત્ર સંબંધ તરીકે ગણવામાં આવે છે, કારણે કે તેઓ પવિત્ર સંબંધમાં સાત જન્મ સુધી બંધાતા હોય છે, ત્યારે કેટલાક કિસ્સાઓમાં પતિ પોતાની પત્નીને ખુશ કરવા કે તેની ઈચ્છા પૂરી કરવા માટે ઘણીવાર એવું કરતા હોય છે કે તેને જાણીને તમે અચરજમાં પણ પડી શકો છો.

આ પણ વાંચો :આ બાળકોનો અવાજ જરા ધ્યાનથી સાંભળજો! કદર થાય અને તાલીમ મળે તો ક્યાં પહોંચી જાય?

આ જ પ્રકારે પોતાની પત્નીને ખુશ કરવા માટે એક માણસે તેના માટે ફરતું ઘર બનાવ્યું છે. જો કે આ માટે પણ એક મોટું કારણ હતું, જેમાં પત્ની ઇચ્છતી હતી કે તેના ઘરની બારીમાંથી જુદા જુદા દૃશ્યો દેખાય અને તેની ઈચ્છા બોસ્નિયાના એક પુરુષે પૂરી કરી છે.

પોતાની પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે પતિએ એક ફરતું ઘર બનાવ્યું જ્યાંથી તેની પત્ની તેની ઈચ્છા મુજબ જંગલ, પર્વત, નદી જેવા દ્રશ્યો જોઈ શકે છે.

આ પણ વાંચો :નદી કાંઠે પાણી પી રહેલા સિંહને પરેશાન કરવા લાગ્યો કાચબો, પછી સિંહે જે કર્યું વિશ્વાસ નહીં આવે..

પતિની ઈચ્છા પૂરી કરવા અંગે પતિએ જણાવ્યું હતું કે, હું ઘરના નવીનીકરણ અને તેની ફરિયાદોથી ખૂબ થાકી ગયો હતો. ત્યારબાદ હું એ પત્ની માટે ફરતું ઘર બનાવ્યું, જેને તમે તમારી ઈચ્છા મુજબ ફેરવી શકો છો. ‘ હવે આ માણસનું ઘર પ્રવાસીઓ અને સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

મળતી માહિતી  મુજબ, આ અજીબોગરીબ ઘર ઉત્તરી બોસ્નિયા નજીક એક ફળદ્રુપ મેદાન પર સ્થિત છે. ઘર કુસિક દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે જે 7 મીટરની ધરીની આસપાસ ફરે છે. ફરતા ઘરમાંથી, મકાઈના ખેતરો, જંગલ અને નદી જેવા તમામ દૃશ્યો ઇચ્છિત ઝડપે જોઈ શકાય છે. તેની ધીમી ગતિએ ઘર 24 કલાકમાં એક ચક્કર લગાવી શકે છે. તે જ સમયે, સૌથી ઝડપી ગતિએ, તે 22 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરી શકે છે.

આ પણ વાંચો : ખૂબ જ સરળતાથી દિવાલ પર ચડી જાય છે આ બિલાડી, યુઝર્સ બોલ્યા- આ તો સ્પાઇડરમેન..

આ પણ વાંચો :જંગલમાં માતાથી અલગ થયું હાથીનું બચ્ચું, ભાગી-ભાગીને આમ-તેમ શોધી રહ્યું છે, જુઓ