ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં કરવા માટે AIMIM ના અધ્યક્ષ અસદુદીન ઓવૈસીનું સુરત શહેરમાં આગમન થઇ ગયું છે. સુરત એરપોર્ટની બહાર નીકળતી વખતે ઓવૈસીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેટલી જગ્યાએથી તેમના ઉમેદવાર ઉભા થયા છે એ તમામ જગ્યાએથી તેમની પાર્ટીને જીત ચોક્કસપણે મળશે.ઉલ્લેખનીય છે કે આવતીકાલે સવારે ભરૂચમાં અને સાંજે અમદાવાદમાં ઓવૈસી પોતાનો રોડ શો કરશે. આ રોડ શો થી કૉંગેસની સીટો ઉપર મોટી અસર પડી શકે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
