નવસારી/ શિક્ષકે વિદ્યાર્થીઓના ગ્રુપમાં મોકલ્યા અશ્લીલ વીડિયો, પછી વાલીઓએ કર્યું એવું કે….

નવસારીમાં જલાલપોરની ખાનગી શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓના ગ્રુપમાં અશ્લીલ વીડિયો મુક્યો છે.અને વિદ્યાર્થીઓ સાથેના વોટ્સઅપ ગ્રુપમાં અસભ્ય ચર્ચા પણ શિક્ષક દ્વારા કરાઇ હતી.

Gujarat Others
અશ્લીલ વીડિયો
  • વિદ્યાર્થીઓના ગ્રુપમાં શિક્ષકની અસભ્ય ચર્ચા
  • જલાલપોરની ખા.શા.ના ગ્રુપમાં અશ્લીલ વીડિયો
  • શિક્ષકે ધો.7ના વિ.ના ગ્રુપમાં વીડિયો કર્યો પોસ્ટ
  • વાલીઓએ શાળાના આચાર્યને કરી ફરિયાદ
  • પોલીસ ફરિયાદ કરવા વાલીઓની તૈયારી

વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં ટીચરની ભૂમિકા મહત્વપૂર્ણ છે પરંતુ ક્યારેક ટીચર ન કરવાના કામ કરી નાખતા હોય છે અને વિદ્યાર્થીઓને આટા પાટે ચડાવી દેતા હોય છે અને કૂમળા બાળકોનું મન દૂષિત અને વિકૃત કરી નાખતા હોય છે આવી જ એક ઘટના નવસારીમાંથી સામે આવી છે. જેમાં એક શિક્ષકે વિદ્યાર્થીઓના ગ્રુપમાં મોકલ્યા અશ્લીલ વીડિયો મોકલ્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર, નવસારીમાં જલાલપોરની ખાનગી શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓના ગ્રુપમાં અશ્લીલ વીડિયો મુક્યો છે.અને વિદ્યાર્થીઓ સાથેના વોટ્સઅપ ગ્રુપમાં અસભ્ય ચર્ચા પણ શિક્ષક દ્વારા કરાઇ હતી.ઉલ્લેખનીય છે કે, ધોરણ 7 ના વિદ્યાર્થીઓના ગ્રુપમાં શિક્ષકે અશ્લીલ વીડિયો પોસ્ટ કર્યો હતો.ત્યારે વાલીઓએ આ ઘટના અંગે શાળાના આચાર્યને  ફરિયાદ કરી છે..અને સાથેજ શિક્ષક સામે પોલીસ ફરિયાદ કરવાની પણ વાલીઓએ તૈયારી બતાવી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ઉદયપુરની એક ખાનગી શાળામાં ધોરણ 10ના ઓનલાઈન વર્ગમાં શિક્ષક દ્વારા અશ્લીલ વીડિયોની લિંક શેર કરવામાં આવી હતી. ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરી રહેલા વિદ્યાર્થીઓને તો એમ કે ટીચરે તેમના ભણતર કે લેશન સંબંધિત લીંક શેર કરી છે એટલે વિદ્યાર્થીઓ તો ધડાધડ લીંક ઓપન કરવા લાગ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ પણ આ વીડિયો જોયો હોવાનું પણ કહેવાય છે. કેટલાક વિદ્યાર્થીઓએ આ અંગે વાલીઓને જાણ કરતા તેઓ આઘાત પામ્યા હતા અને પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો: પત્નીએ લીધો પતિનો જીવ: ખાટલા સાથે બાંધી જીવતો સળગાવ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

આ પણ વાંચો:આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, અંબાજીમાં આરતીના સમયમાં ફેરફાર કરાયો

આ પણ વાંચો:કેજરીવાલ આજથી ગુજરાત ચૂંટણીનો શંખ ફુંકશે, અમદાવાદમાં ભગવંત માન સાથે કરશે મેગા રોડ શો

આ પણ વાંચો:થાનમાં કાર્બોસેલ સહિતના ખનીજનું વહન કરતા ચાર વાહનો સહિત રૂ. 42 લાખનો મુદામાલ જપ્ત