ગુજરાત/ વીર નર્મદ દ. ગુજ.યુનિ.ની ઓફલાઇન પરીક્ષા આજ થી શરુ કરાઈ

રાજય માં આ વખતે કોરોના ની બીજી લહેર ખુબ જ ભયાનક જોવા મળી હતી. વધતા જતા કેસો ને લીધે સમગ્ર રાજય માં મીની લોકડાઉન લગાવી દેવામા આવ્યું હતું

Gujarat Others

રાજય માં આ વખતે કોરોના ની બીજી લહેર ખુબ જ ભયાનક જોવા મળી હતી. વધતા જતા કેસો ને લીધે સમગ્ર રાજય માં મીની લોકડાઉન લગાવી દેવામા આવ્યું હતું .સરકાર દ્વારા કેસો ને કાબુ માં લાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે . વધતા જતા કેસો ને લીધે શૈક્ષણિક કાર્ય પણ  ઓનલાઈન કરવામાં આવ્યું હતું . અનેક પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી તેમજ અમુક ધોરણોમાં તો માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું . તેમજ અનેક શહેરોમાં  રાત્રી કર્યું લગાવી દેવામાં  આવ્યું હતું . હવે જ્યરે કેસીઓ ઘટતા સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે . સરકાર દ્વારા રાત્રી કર્ફ્યું નો સમય ૧૧ વાગ્યા સુધી નો કરવામાં આવ્યો છે .

આ પણ વાંચો :દિલ્હી,યુ.પી. સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ત્યારે કેસો ઘટતા  અનેક યુનિવર્સિટીઓ દ્વારા  પરીક્ષાઓ  યોજવામાં આવી છે .જેમાં આજ થી સુરત માં આવેલી વીર નર્મદ દ. ગુજ.યુનિ.ની ઓફલાઇન  પરીક્ષા યોજવામાં આવી છે . જેમાં ગ્રેજ્યુ. અને પોસ્ટ ગ્રેજ્યુ.ના અંતિમ સેમે.ની પરિક્ષા લેવામાં આવશે .જેમાં ગ્રેજ્યુએશન માટે 15 હજાર વિદ્યાર્થીઓ આપશે પરિક્ષા આપશે . તેમજ પોસ્ટ ગ્રેજ્યુ. માટે 3 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે . પરીક્ષા કેન્દ્રમાં સરકારની ગાઈડલાઈન નું ચુસ્તપણે અમલ કરવામાં આવશે .

આ પણ વાંચો : અમેરિકામાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેસ, 6 લોકોનાં મોત