Not Set/ પ્રજાભિમુખ રુપાણી સરકારે કર્યો ટ્રાફિક દંડની રકમમાં ફેરફાર, આવી હશે દંડની રકમ હવેથી

કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમનાં ઉલ્લંઘન બદલ હાલ જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહ્યો છે. આગામી 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં પણ આ કાયદાનો અમલ શરૂ કરવામાં આવશે. ત્યારે ગુજરાતભરમાં આ દંડને લઇને ઉહાપો મચી જવા પામ્યો છે. અને લોકો દ્વારા ગુજરાત સરકારને આ મામલે યોગ્ય કરવા વિનંતી કરવામા આવી રહી છે. […]

Top Stories Gujarat Others
1 rupani પ્રજાભિમુખ રુપાણી સરકારે કર્યો ટ્રાફિક દંડની રકમમાં ફેરફાર, આવી હશે દંડની રકમ હવેથી

કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમનાં ઉલ્લંઘન બદલ હાલ જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહ્યો છે. આગામી 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં પણ આ કાયદાનો અમલ શરૂ કરવામાં આવશે. ત્યારે ગુજરાતભરમાં આ દંડને લઇને ઉહાપો મચી જવા પામ્યો છે. અને લોકો દ્વારા ગુજરાત સરકારને આ મામલે યોગ્ય કરવા વિનંતી કરવામા આવી રહી છે. તો આ મામલે ગુજરાત સરકારે આજે મહત્વની જાહેરાત કરી ગુજરાતના લોકોને રાહત આપી છે.

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી આ મામલે પ્રકાશ પાડતા જણાવ્યું છે કે, ગુજરાત સરકારે આ મામલે નવા કાયદાની 50 કલમમોમાં ફેરફાર કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે. આમ કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ બનાવેલા નિયમોમાં ગુજરાતનાં મુખ્યમંત્રી રૂપાણી અને તેની સરકાર દ્વારા જનતાનાં હિતમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ગુજરાતની જનતાની હાલાકીને ધ્યાનમાં રાખી અને સામાન્ય જનતાનું ધ્યાન રાખ્યુ છે અને આકરા દંડનાં માપદંડમાં સુધારો કરવામાં આવ્યો છે.

WhatsApp Image 2019 09 10 at 4.45.00 PM પ્રજાભિમુખ રુપાણી સરકારે કર્યો ટ્રાફિક દંડની રકમમાં ફેરફાર, આવી હશે દંડની રકમ હવેથી

ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા આવા કરવામાં આવ્યા ફેરફારો 

  • નવા નિયમો 16 સપ્ટેમ્બરથી લાગુ
  • 50 થી વધુ કલમોમાં સુધારો કરવામાં આવ્યો
  • જયાં કડકાઇની જરૂર પડશે ત્યાં કડકાઇ કરાશેઃ સીએમ
  • અમકસ્માતના ઘણાં કુટુંબો ભોગ બન્યાઃ સીએમ
  • 16 સપ્ટેમ્બરથી કડકાઇપણે અમલ કરાશે
  • હેલમેટ નહીં પહેરે તો 500 રૂપિયાનો દંડ
  • આર.સી બુક અથવા વિમો ન હોય તો 500 રૂપિયા દંડ
  • ડિઝિટલ સ્વરૂપે દસ્તાવેજો માન્ય રહેશે
  • બીજીવાર 1 હજાર રૂપિયાનો દંડ રહેશે
  • દંડની રકમ ઘટાડવામાં આવી
  • રાજ્ય સરકારે આપી રાહત
  • રાજ્ય સરકારે 50 થી વધુ કલમોમાં કર્યો સુધારો
  • કેન્દ્ર સરકારે જાહેર કરેલી કેપ મર્યાદામાં સુધારો કર્યો
  • 93 કલમોમાં 400 જેટલા સુધારા કરાયા
  • 215 જેટલા સુધારા અમલી બનશે
  • જુના કાયદાની સરખામણીમાં નવા કાયદામાં સમતુલા
  • રાજ્ય સરકારે કરી એક એક કલમની છણાવટ
  • સરકારી અધિકારીઓ વિરૂદ્ધ પણ દંડની જોગવાઈ
  • હેલ્મેટ નહી પહેરનારને 500 રૂપિયાનો દંડ
  • RC બુક અને વીમો નહી હોય તો પ્રથમવાર 500 રૂપિયા દંડ
  • હેલમેટ નહીં પહેરે તો 500 રૂપિયાનો દંડ
  • આર.સી બુક અથવા વિમો ન હોય તો 500 રૂપિયા દંડ
  • ડિઝિટલ સ્વરૂપે દસ્તાવેજો માન્ય રહેશે
  • બીજીવાર 1 હજાર રૂપિયાનો દંડ રહેશે

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન