Not Set/ ભરૂચ ભયનાં ઓથાર તળે, નર્મદાનાં જળ સ્તરે વટાવી ભયજનક સપાટી

ભારે વરસાદથી નર્મદાનું જળ સ્તર 30.75 ફૂટે પહોંચ્યું ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાએ ભયજનક સપાટી વટાવી ગોલ્ડન બ્રિજની સપાટી 27 ફૂટે NDRF અને SDRF ની એક ટીમ તૈનાત કરાઈ જિલ્લામાંથી 936 લોકોનું કરાયું સ્થળાંતર ડેમ થી પાણી છોડતા સર્જાઈ પુરની પસ્થિતી ભરૂચ શહેરમાં ભરાયા પાણી  લોકો ને પડી રહી છે હાલાકી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પડી […]

Top Stories Gujarat Others
narmada bharuch ભરૂચ ભયનાં ઓથાર તળે, નર્મદાનાં જળ સ્તરે વટાવી ભયજનક સપાટી
  • ભારે વરસાદથી નર્મદાનું જળ સ્તર 30.75 ફૂટે પહોંચ્યું
  • ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાએ ભયજનક સપાટી વટાવી
  • ગોલ્ડન બ્રિજની સપાટી 27 ફૂટે
  • NDRF અને SDRF ની એક ટીમ તૈનાત કરાઈ
  • જિલ્લામાંથી 936 લોકોનું કરાયું સ્થળાંતર
  • ડેમ થી પાણી છોડતા સર્જાઈ પુરની પસ્થિતી
  • ભરૂચ શહેરમાં ભરાયા પાણી  લોકો ને પડી રહી છે હાલાકી

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદનાં કારણે અને નર્મદા સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ભરૂચનાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. નર્મદા નદી હાલ બે કાંઠે ભય નજક સ્થિતિએ વહી રહી છે અને પાણીનું સ્તર વધવાની શક્યતા જોવામાં આવી રહી છે. ભરૂચ ખાતે નર્મદા નદીનું જળ સ્તર હાલ 30.75 ફૂટે પહોંચી ગયું છે. લોકોની સુરક્ષા માટે
NDRF અને SDRF ની એક ટીમ તૈનાત કરાઈ છે. તો જિલ્લામાંથી 936 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જીલ્લામાં આવેલા તમામ નદી કાંઠાનાં ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાએ ભયજનક સપાટી વટાવી ચૂકી છે. ગોલ્ડન બ્રિજની સપાટી 27 ફૂટે છે. જ્યારે હાલ નર્મદા આ સપાટીના વટાવી ધસમસતી વહી રહી હોવાથી અને ડેમમાંથી અવિરત પણે પાણી છોડતા પુરની પસ્થિતી સર્જાઈ હોવાનું સામે આવી રહ્યું છે. ભરૂચ શહેરમાં પાણી ભરાયા હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે.

જેમાં ફુરજા વિસ્તાર, કતોપોર બજાર વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોના ઘર અને દુકાનમાં પાણી ભરાઈ ગયા છે.   NDRF અને SDRFની ટીમ તૈનાત હોવા છતાં હજી પણ ઘણાખરા લોકો પાણીમાં ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે. લોકો દ્વારા ફસાયેલા લોકોને બચાવી લેવા માટે તંત્રને જાણ પણ કરી દેવામાં આવી હોવા છતાં પણ બચાવ ટીમ સ્થળે ન પોહોંચતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો સાથે સાથે આજે મોહરમ નો તહેવાર હોય, તાજીયા વિસર્જન માટે લોકોને હાલાકી થઈ રહી છે. ત્યારે સ્થાનિક તંત્ર અને તાજીયા કમિટી દ્વારા સ્થળ નિરીક્ષણો ચાલી રહ્યા છે. અને લોકોની સલામતી જોઈને આજે તાજીયા વિસર્જન કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન