Not Set/ પી કે નો મોહભંગ કે પછી નવો દાવ ??

બે દિવસમાં નિર્ણય બદલવાના નિર્ણયથી ઉઠતા એક નહિ અનેક સવાલો, કોંગ્રેસ અને રાહુલ પર પ્રહારો કર્યા બાદ હવે સૂર બદલવા પાછળના અસલી કારણો ક્યા ?

India
prasant isor 1 પી કે નો મોહભંગ કે પછી નવો દાવ ??

રણનીતિકાર હોય કે રાજકારણી પણ સૌ પોતપોતાનું હિત જાેતા હોય છે. તેમાંય ચૂંટણી રણનીતિકાર એકવાર રાજકારણમાં પ્રવેશે એટલે તે પણ રાજકારણીઓ જેવા દાવ પેચ ખેલતા થઈ જાય છે. પછી વ્યક્તિ ગમે તે હોય પણ તેમાં કોઈ ફેર પડત ોનથી. તેવી જ રીતે ગમે તેવી બીન રાજકીય વ્યક્તિ હોય તેનામાં રાજપુરૂષોમાં જે ગુણ હોય છે તે ઘૂંસી જતાં હોય છે. આ એક વાસ્તવિકતા છે. હકિકત છે. રાજકારણીઓ જે રીતે રમત રમતા હોય છે. રાજકારણી હંમેશા યુ ટર્ન લેવા માટે પંકાયેલા હોય છે. તે વાતનો પ્રયોગ કરતાં રહે છે. આ ચાર દિવસ પહેલા કશું બોલવું અને બે દિવસ પછી દરેક બાબતમાં યુ ટર્ન લેવાની તેમની આદત હોય છે. હવે આ ગુણ બીજા બધા રાજકારણીઓની અસર અન્ય તમામની જેમ ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોર પણ આજ માર્ગે છે.

jio next 5 પી કે નો મોહભંગ કે પછી નવો દાવ ??

બુધવારે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે એવી જાહેરાત કરી છે કે કોંગ્રેસ વિના મજબૂત વિકલ્પ શક્ય નથી. તેમણે એમ પણ કહ્યું છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન બની શકે છે. હવે એજ પ્રશાંત કિશોર છે જેમણે હજી સાત દિવસ પહેલા રાહુલ ગાંધી પર પ્રહારો કરી કહ્યું હતું કે તેનામાં વડાપ્રધાન બનવાની જરા પણ કોઈ ક્ષમતા નથી. કોંગ્રેસે મુખ્ય વિપક્ષ બનવાનું સ્વપ્ન પણ છોડી દેવું જાેઈએ. આ સંજાેગોમાં પ્રશાંત કિશોરે પોતાની નીતિ બદલી હોય તેમ પ્રહારો કર્યા હતા. જાે કે બે જ દિવસમાં તેમણે પોતાનો મત ફેરવ્યોછે તેના શું કારણો છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવી પડી છે. પ્રશાંત કિશોરે બીજા એક નિવેદનમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સાથે ચર્ચા કરવાની ઈચ્છા દર્શાવી છે અથવા તેઓ પોતે પણ આજ બાબતમાં જૂના સંબંધો તાજા કરવા માગે છે.

Prashant Kishor Again As Trinamool Congress Jolts Congress In Meghalaya  Exodus
પી.કે. એ ૨૦૧૪માં ભાજપની તરફેણ કરી હતી અને તેમની રણનીતિના કારણે મોદી દેશના વડાપ્રધાન બન્યા છે અને ત્યારબાદ અનેક ચૂંટણી જીતાડવામાં મદદરૂપ બન્યા હતા તેમણે પંજાબમાં કોંગ્રેસને જીતાડવામાં અને ૨૦૧૫ની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટને વિજયી બનાવવામાં પણ ખાસ ભૂમિકા ભજવી હતી. ૨૦૧૭માં કોંગ્રેસની પ્રચાર કમાન સંભાળી હતી પણ કોંગ્રેસના આગેવાનોએ તેમના મંતવ્યોની વિરુધ્ધ વર્તન કરવાનું નક્કી કરતા તેણે કોંગ્રેસનો સાથ છોડવાનો પણ નિર્ણય ઝડપથી કરી લીધો હતો.

Prashant Kishor reveals he had almost joined Congress party
તેમણે જનતાદળ (યુ) માં પ્રવેશ મેળવી જનતાદળના ઉપપ્રમુખ પણ બન્યા હતા. પરંતુ નીતિશકુમાર સાથે વાંધો પડતા તેમણે આ પોતાનો નિર્ણય બદલ્યો હતો. તેમણે પશ્ચિમ બંગાળમાં તૃમમુલ કોંગ્રેસને સત્તા પર બેસાડી મમતા બેનરજીને સતત ત્રીજીવાર મુખ્યમંત્રી બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે આસામ ગોવા અને ત્રિપુરામાં મમતા બેનરજીને ઘણા ટેકેદારો શોધી આપ્યા છે. મમતા બેનરજી એક બાજુથી રાષ્ટ્રીય ચહેરો બનવા મથતા હતા અને કોંગ્રેસના નેતાઓ સિવાય વિરોધપક્ષના મોટા ભાગના નેતાઓને મળી ચૂક્યા છે ત્યાર બાદ જ તેમણે રાહુલ ગાંધી સામે કટાક્ષ યુક્ત નિવેદનોનો મારો ચલાવ્યો હતો.

Didi's new headache goes by the name Prashant Kishor | Deccan Herald
પરંતુ ગુરૂવારથી તેનો સૂર બદલાયો છે. ભાજપને હરાવવા માટે કોંગ્રેસ વગરનો વિપક્ષ સંભવિત નથી તેવી વાતો શરૂ કરી છે. તેમણે પંજાબમાં જે રીતે છ માસ પહેલા કેપ્ટન અમરીન્દરસિંઘનો સાથ છોડી દીધો હતો તે જ રીતે હવે કંઈક એવું જ પગલું વિચારવા માંડ્યા હોવાની વિગતો બહાર આવી છે. કેટલાક રાજકીય વિશ્લેષકોએ એ વાતની નોંધ લીધી છે કે તેમના મમતા બેનરજીના સાથેના સંબંધોમાં તીરાડ તો પડી નથીને ? રાજકીય વર્તુળોમાંથી એક વાત એવી બહાર આવી છે કે પીકેનો મમતા સાથેનો સંબંધ અંગે મોહભંગ થઈ ગયો છે મમતા બેનરજી પહેલેથી જ પોતાનો અને પોતાના પક્ષની બાબતમાં પોતે નિર્ણય લેવા ટેવાયેલ છે. તેઓ ઘણા કિસ્સાઓમાં કોઈની વાત પણ સાંભળતા નથી. હું કહું તે જ સાચું બીજા બધા કહે તે ખોટું એ જ વિચારધારાને માનવા ટેવાયેલા છે.
એક અખબારે તો એવી પણ નોંધ લીધી છે કે પીકેની ચાર સલાહ મમતા દીદીએ માની છે તો ૯૬ સલાહોને કચરા ટોપલીમાં પણ ફેંકી દીધી છે.

prasant isor પી કે નો મોહભંગ કે પછી નવો દાવ ??
પશ્ચિમ બંગાળના અખબારો નોંધે છે તે પ્રમાણે પ્રશાંત કિશોરને હવે એવી અનુભુતિ થઈ રહી છે કે તેમની સ્વભાવગત ખામીઓના કારણે તેઓ વિપક્ષોને એક પણ કરી શકશે નહીં પણ ભાજપને હરાવી શકશે નહિ આથી તેમણે ફરી એકવાર દેશના સૌથી મોટા પક્ષ કોંગ્રેસ તરફ ઢળવાનું શરૂ કર્યું છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિષે તેમનો બદલાયેલો સૂર આજ વાતનો પૂરાવો છે. આજથી ત્રણ ચાર માસ પહેલા પી.કે. કોંગ્રેસમાં જાેડાશે અને મહત્વની જવાબદારી સંભાળશે તેવું સ્પષ્ટ પણે જાહેર થઈ ચૂક્યું છે. આ અંગે વિશ્લેષકોમાં ચર્ચા થાય છે તે પ્રમાણે ભાજપના કેટલાક નેતાઓને ટીએમસીમાં પ્રવેશ આપવાની વાત સાથે પણ પ્રશાંત કિશોર જરાય સંમત નથી. આ અંગે તેમણે મમતા બેનરજી સમક્ષ એકથી વધુ વખત પોતાનો મત પણ વ્યક્ત કરી દીધો છે.

Sonia Gandhi to take final call on Prashant Kishor's induction into  Congress | The News Minute
અન્ય પક્ષો માટે રણનીતિ ઘડનાર પી.કે. અત્યાર પોતાની રણનીતિ ઘડવામાં વ્યસ્ત બન્યા છે. તેઓ કેટલા સફળ થાય છે તે જાેવાનું રહે છે. પી.કે.ની સલાહને મમતાએ ભલે ન માની હોય પણ બીજા પક્ષો કોંગ્રેસની હાજરીવાળા મજબૂત પક્ષ બનવાની ક્ષમતા તેઓ પૂરવાર કરી શકે છે કે નહિ તે જાેવાનું રહે છે.

ઉપાય / ગોળના આ ઉપાયો ખૂબ જ સરળ છે, તે તમારી સમસ્યાઓ અને સૂર્યના દોષોને કરી શકે છે દૂર

ધર્મ / પૈસાને લગતી સમસ્યાઓ સતત આવતી રહે છે, તો કરો આ 3માંથી કોઈ એક ઉપાય

ક્રિસમસ 2021 / શા માટે ઉજવવામાં આવે છે નાતાલનો તહેવાર, જાણો આ દિવસનું મહત્વ અને તેની સાથે જોડાયેલી વાર્તા