Bollywood/ એકવાર ફરી હંસલ મહેતા સાથે કામ કરશે પ્રતીક ગાંધી, નવી ફિલ્મનું થયું એલાન

પ્રતીક ગાંધી અને ખુશાલી કુમારે ફિલ્મ માટે મુંબઈમાં પહેલાથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. આ યૂનિક ફેમિલી ડ્રામા સામાન્ય માણસના સંઘર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરશે…

Trending Entertainment
પ્રતીક ગાંધી

હિટ સીરીઝ ‘સ્કેમ 1992’ માં તેના ઉત્કૃષ્ટ અભિનયથી દર્શકોને આશ્ચર્યચકિત કર્યા પછી, અભિનેતા પ્રતીક ગાંધી ફરી એકવાર ફિલ્મ નિર્માતા હંસલ મહેતા સાથે કામ કરવા માટે તૈયાર છે. આ વખતે બંને એક ફિલ્મમાં કામ કરી રહ્યા છે, જેને ફેમિલી ડ્રામા તરીકે કહેવામાં આવી રહ્યું છે. હંસલ મહેતા ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, શૈલેષ આર સિંહ સાથે આ પ્રોજેક્ટનું સહ-નિર્માણ કરશે. આ સિવાય, અભિનેત્રી ખુશાલી કુમાર ‘બોસ: ડેડ ઓર અલાઇવ’ ખ્યાતિના પુલકિતના નિર્દેશનમાં સાહિત્યમાં પ્રતીક સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે.

આ પણ વાંચો :અભિનેતા પ્રકાશ રાજ ઈજાગ્રસ્ત, સર્જરી માટે પહોંચ્યા હૈદરાબાદ

પહેલીવાર સાથે કામ કરી રહેલા, પ્રતીક ગાંધી અને ખુશાલી કુમારે ફિલ્મ માટે મુંબઈમાં પહેલાથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. આ યૂનિક ફેમિલી ડ્રામા સામાન્ય માણસના સંઘર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભૂષણ કુમાર અને શૈલેષ આર સિંહ કંગના રનૌત સ્ટાટર ‘સિમરન’ (હંસલ મહેતા દ્વારા ડિરેક્ટેડ) તેમજ સની કૌશલ અને નુસરત ભરુચાની અપકમિંગ ફિલ્મ ‘હુરદંગ’ બાદ ફરી એકવાર સાથે કામ કરતાં જોવા મળશે.

પુલકિતે કહ્યું કે ‘આ ફિલ્મ મારા દિલની નજીક છે. આ એક સામાન્ય માણસની પોતાની જમીન પરત મેળવવા માટેના ગૌરવપૂર્ણ સંઘર્ષની વાર્તા છે. વાર્તા સામાન્ય મધ્યમવર્ગીય પરિવારની આસપાસ ફરે છે, જેઓ સિસ્ટમ, પાવર અને કાયદાના દુરુપયોગ સામે લડે છે’.

આ પણ વાંચો :નીરજ ચોપરાને અભિનંદન પાઠવવામાં ભૂલ કરી બેઠા અમિતાભ બચ્ચન, આ રીતે સુધારી

ટી-સીરિઝના માલિક ભૂષણ કુમારે કહ્યું કે- આ ફિલ્મની વાર્તા સરળ પરંતુ વાસ્તવિક જીવન સાથે જોડાયેલી છે. દેશના સામાન્ય લોકો ફિલ્મની વાર્તા સાથે પોતાને રિલેટ કરી શકશે. આ ફિલ્મનું નિર્દશન પુલકિત કરશે જેને અગાઉ રાજકુમાર રાવની આવનારી ફિલ્મ ‘બોસ – ડેડ ઓર અલાઈવ’નું નિર્દેશન કર્યું છે.

Instagram will load in the frontend.

ટી-સીરિઝએ તેના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર પ્રતિકની નવી ફિલ્મની જાણકારી શેર કરી, પ્રતિકે પણ પોતાના સોશિયલ મીડિયા પર આગામી ફિલ્મની જાહેરાત કરી.

ટી-સીરિઝ અને કર્મા મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ પ્રોડકશન, ભૂષણ કુમાર,કૃષ્ણ કુમાર, શૈલેષ અને હંસલ મહેતાની પ્રતિક ગાંધી સ્ટારર ફિલ્મનું શુટિંગ 18 ઓગસ્ટથી શરૂ થશે.

આ પણ વાંચો :ફરહાન અખ્તરે કર્યું નવી ફિલ્મનું એલાન, રોડ ટ્રીપ પર નીકળશે આલિયા-પ્રિયંકા અને કેટરિના

શૈલેષે ઉમેર્યું કે ‘આ કહાણી અનેક ભારતીયોને થતી સમસ્યાઓ પર પ્રકાશ પાડે છે. અમારા દર્શકો ઘણી બધી રીતે આ ફિલ્મ સાથે કનેક્ટ થઈ શકશે. મને આનંદ છે કે, ભૂષણજી અને હંસલજી સાથે ઓન સ્ક્રીન પર આ કહાણી લઈને આવી રહ્યો છું, જેમને કહાણી કહેવી ગમે છે જે તેમના દર્શકો પર અસર છોડે છે’.

આ પણ વાંચો :કરીના કપૂર અને સૈફ અલી ખાનના નાના દીકરાનું નામ જેહ નહીં જહાંગીર છે