Not Set/ પ્રવીણ કુમારે હાઇ જમ્પમાં સિલ્વર મેડલ જીતીને ભારતને વધુ એક મેડલ અપાવતાં કુલ મેડલ 11 થયા

ભારતીય રમતવીર પ્રવીણ કુમારે પુરુષોની હાઇ જમ્પ ટી -64 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે અને ભારતને વધુ એક મેડલ અપાવ્યો છે

Top Stories
praveen પ્રવીણ કુમારે હાઇ જમ્પમાં સિલ્વર મેડલ જીતીને ભારતને વધુ એક મેડલ અપાવતાં કુલ મેડલ 11 થયા

ભારતીય રમતવીર પ્રવીણ કુમારે પુરુષોની હાઇ જમ્પ ટી -64 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે અને ભારતને વધુ એક મેડલ અપાવ્યો છે , અત્યાર સુધી ભારતે 11 મેડલ જીત્યા છે. પ્રવીણ કુમારે હાઇ જમ્પમાં થોડા માટે ગોલ્ડ ચૂકી ગયા હતા પરતું તેમને સિલ્વર મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે,ભારતનું પેરાલિમ્પિકમાં સૈાથી શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે, આ વર્ષ દેશ માટે ફળદાયી રહ્યો છે. આજે પ્રવીણ કુમારે હાઇ જમ્પમાં મેડલ જીત્યો હતો તેમને દેશ તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવીણ કુમારને મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

આ સાથે જ મનોજ સરકાર બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL-3 ઇવેન્ટની સેમિફાઇનલમાં પહોંચી છે. તેણે આ મેચમાં યુક્રેનના એલેક્ઝાન્ડર ચિરકોવને 2-0થી હરાવ્યો હતો. પ્રાચી યાદવ મહિલા કેનો સ્પ્રિન્ટ ઈવેન્ટની ફાઇનલમાંથી બહાર થઈ ગઈ. તે મહિલા સિંગલ્સ 200 મીટર VL-2 ઇવેન્ટની ફાઇનલમાં આઠમા સ્થાને રહી હતી.

તીરંદાજીમાં પુરુષોની વ્યક્તિગત રિકરવ ઓપન ઇવેન્ટમાં, હરવિંદર સિંહ છેલ્લા આઠમાં પ્રવેશવામાં સફળ રહ્યો. આ સિવાય બેડમિન્ટન ખેલાડી સુહાસ યથિરાજ મેન્સ સિંગલ્સ SL-4 ઈવેન્ટમાં પોતાની બીજી મેચ જીતવામાં સફળ રહ્યા. આ મેચમાં તેણે ઇન્ડોનેશિયાના ખેલાડીને 2-0થી હરાવ્યો હતો. તે જ સમયે, તરુણ ઢીલ્લોન પણ તેની બેડમિન્ટન મેચ જીતવામાં સફળ રહ્યા. જ્યારે બેડમિન્ટન મહિલા ડબલ્સમાં ભારતની પારુલ પરમાર અને પલક કોહલીની જોડીને હારનો સામનો કરવો પડ્યો હતો.