Not Set/ પ્રીપેડ કાર્ડ મારફતે ચૂકવી શકાશે કર્મચારીઓનો પગારઃ RBI

નવી દિલ્હીઃ જે કર્મચારીઓ પાસે બેન્ક અકાઉન્ટસ્ નથી તેમને પ્રીપેડ કાર્ડ આપીને તેમનો પગાર કરવામાં આવશે. નોટબંધીના કારણે સર્જાયેલી નાણાંની અછતને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ તમામ કંપનીઓને પ્રિપેઇડ કાર્ડ મારફતે કર્મચારીઓને પગાર આપવાની સુવિધા આપી છે. આ પહેલા આ સુવિધા માત્ર અમુક કંપનીઓ પાસે જ હતી. આરબીઆઈની આ નવી સુવિધાને કારણે કંપનીઓને તેના કર્મચારીઓને પગારની ચૂકવણી […]

India

નવી દિલ્હીઃ જે કર્મચારીઓ પાસે બેન્ક અકાઉન્ટસ્ નથી તેમને પ્રીપેડ કાર્ડ આપીને તેમનો પગાર કરવામાં આવશે. નોટબંધીના કારણે સર્જાયેલી નાણાંની અછતને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ તમામ કંપનીઓને પ્રિપેઇડ કાર્ડ મારફતે કર્મચારીઓને પગાર આપવાની સુવિધા આપી છે. આ પહેલા આ સુવિધા માત્ર અમુક કંપનીઓ પાસે જ હતી. આરબીઆઈની આ નવી સુવિધાને કારણે કંપનીઓને તેના કર્મચારીઓને પગારની ચૂકવણી કરવામાં સરળતા રહેશે.

આરબીઆઈએ આ નિર્ણય 27 ડિસેમ્બરે લીધો હતો. ભાગીદારી પેઢી, પ્રોપરાઈટર, જાહેર સંસ્થાઓ જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન વગેરે જેવી સંસ્થાઓ આ સુવિધાનો લાભ લઈ શકશે. આ ઉપરાંત પેમેન્ટ કરવા માટે કર્મચારીની સહીનું વેરિફિકેશન કરવાની જવાબદારી જેતે એમ્પ્લોયરની રહેશે.

આરબીઆઈનો આ નિર્ણય લોકોને ડિજિટલ પેમેન્ટની સુવિધામાં વધારો કરશે. પ્રિપેઇડ કાર્ડ સામાન્ય રીતે એટીએમ કાર્ડ જેવું જ હોય છે. આ કાર્ડ  બેંક ખાતે સાથે સીધા લિંક નહીં  હોવાને કારણે તેની હેક થવાની શકયતા વધારે છે. તેની સામે બેંકોના પ્રિપેઇડ કાર્ડનો ઉપયોગ કરવામાં હેક થવાની શકયતા નહીવત છે. સરકારી અને ખાનગી સંસ્થાઓમાં કેશની અછતને જોતા એડવાન્સ સેલેરી આપવાનું પણ ચાલુ થયું છે. આ સ્થિતિમાં સરકારની એવી કોશિશ રહી છે કે, કેશની જગ્યાએ પ્રિપેઇડકાર્ડ મારફતે પગાર ચૂકવવામાં આવે. પ્રિપેઇડ કાર્ડ તમે તમારા સેલેરી એકાઉન્ટવાળી બેંકમાંથી મેળવી શકો છો.

 

C