New Delhi News/ રાષ્ટ્રપતિ મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાના પ્રવાસે, 3 દાયકામાં રાષ્ટ્રપતિની પ્રથમ મુલાકાત

જ્યાં રાષ્ટ્રપતિ તેમના પોર્ટુગીઝ સમકક્ષ માર્સેલો રેબેલો ડી સોસા સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે.

Top Stories India

New Delhi News: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Droupadi Murmu) પોર્ટુગલ (Portugal) અને સ્લોવાકિયા (Slovakia)ની તેમની રાજકીય મુલાકાતના પ્રથમ તબક્કામાં આજે સવારે લિસ્બન પહોંચ્યા છે. જ્યાં રાષ્ટ્રપતિ તેમના પોર્ટુગીઝ સમકક્ષ માર્સેલો રેબેલો ડી સોસા (Marcelo Rebelo de Sousa) સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે.

ભારતના રાષ્ટ્રપતિ (President of India)ની 27 વર્ષમાં પોર્ટુગલની આ પહેલી રાજ્ય મુલાકાત છે, જ્યારે છેલ્લી મુલાકાત 1998 માં રાષ્ટ્રપતિ કે.આર. નારાયણન દ્વારા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પોર્ટુગલની મુલાકાત બંને દેશોના રાજદ્વારી સંબંધો (Diplomatic ties)ના 50 વર્ષની ઉજવણી દરમિયાન આવી રહી છે.

વડાપ્રધાન લુઇસ મોન્ટેનેગ્રો (Luis Montenegro) અને સંસદના સ્પીકર જોસ પેડ્રો એગુઆર બ્રાન્કોને પણ મળશે. લિસ્બનના મેયર તેમના માનમાં એક ખાસ કાર્યક્રમનું પણ આયોજન કરશે. રાષ્ટ્રપતિ પોર્ટુગલમાં ભારતીય સમુદાયના સભ્યોને પણ મળશે અને વિવિધ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના કેટલાક ભારતીય સંશોધકોને પણ મળશે તેવી શક્યતા છે.

Image

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પોર્ટુગલની મુલાકાત બંને દેશોના રાજદ્વારી સંબંધોના 50 વર્ષની ઉજવણી દરમિયાન આવી રહી છે. X પરની એક પોસ્ટમાં, વિદેશ મંત્રાલયે આ મુલાકાતને “સીમાચિહ્નરૂપ” ક્ષણ તરીકે વર્ણવી હતી જે પોર્ટુગલ અને વ્યાપક યુરોપિયન યુનિયન (EU) સાથે ભારતના બહુપક્ષીય જોડાણને વધુ ગાઢ બનાવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફાર્માસ્યુટિકલ્સ, શિક્ષણ અને સંરક્ષણ સહિતના ક્ષેત્રોમાં ભારત અને પોર્ટુગલ વચ્ચે વધતો સહયોગ જોવા મળ્યો છે.

રાષ્ટ્રપતિ મુર્મુ લિસ્બનમાં અલામેડા ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ આપશે અને પોર્ટુગલમાં લગભગ 1.25 લાખ ભારતીય સમુદાય સાથે જોડાશે. તેઓ સ્થાનિક સંસ્થાઓમાં કામ કરતા ભારતીય સંશોધકો અને શિક્ષણવિદોને મળશે તેવી અપેક્ષા છે. પોર્ટુગલમાં તેમના કાર્યક્રમો પૂર્ણ કર્યા પછી 9 થી 10 એપ્રિલ સ્લોવાકિયાની મુલાકાત લેશે.  29 વર્ષમાં ભારતનાં રાષ્ટ્રપતિની પ્રથમ મુલાકાત હશે. તેઓ રાષ્ટ્રપતિ પેલેગ્રિની, વડાપ્રધાન રોબર્ટ ફિકો અને રાષ્ટ્રીય પરિષદના અધ્યક્ષ રિચાર્ડ રાસીને મળવાના છે. આ પ્રસંગની ઉજવણી કરવા માટે, રાષ્ટ્રપતિ ભારત અને પોર્ટુગલને એક કરતા કલાત્મક અને સાંસ્કૃતિક વારસાને દર્શાવતી સ્મારક સ્ટેમ્પ બહાર પાડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વક્ફ (સુધારા) બિલને મંજૂરી આપી

આ પણ વાંચો:પ્રયાગરાજની મુલાકાત લેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ…

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ આફ્રિકન દેશોના પ્રવાસે રવાના, જાણો તે કયા દેશોની મુલાકાત લેશે