ગણતંત્ર દિવસ/ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે 73માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને કરશે સંબોધિત

દેશ આવતીકાલે 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે 73માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ ભવને એક નિવેદનમાં આ માહિતી આપી છે.

Top Stories India
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
  • રાષ્ટ્રપતિ આજે કરશે દેશને સંબોધિત
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે સંબોધિત
  • 73માં ગણતંત્ર દિવસના પૂર્વ કરશે સંબોધિત
  • સાંજે રાષ્ટ્રપતિ કરશે દેશને કરશે સંબોધિત

દેશ આવતીકાલે 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે 73માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ ભવને એક નિવેદનમાં આ માહિતી આપી છે. આ વખતે સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પર 23 જાન્યુઆરીથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ થઈ છે. તે 30 જાન્યુઆરીએ સમાપ્ત થશે.

આ પણ વાંચો – Stock Market / શેરબજારમાં સતત ધોવાણ યથાવત,સેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટ તૂટ્યો,નિફટી પણ 16,900ની નીચે

આ સંબોધન સાંજે 7 વાગ્યાથી ઓલ ઈન્ડિયા રેડિયો (AIR)નાં તમામ રાષ્ટ્રીય નેટવર્ક અને દૂરદર્શનની તમામ ચેનલો પર હિન્દીમાં પ્રસારિત કરવામાં આવશે. જે બાદ તેનું અંગ્રેજીમાં પ્રસારણ કરવામાં આવશે. હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનનાં પ્રસારણ પછી, તે દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે. વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યું છે કે, ઓલ ઈન્ડિયા રેડિયો તેનું પ્રાદેશિક ભાષામાં રાત્રે 9.30 વાગ્યાથી તેમના સંબંધિત પ્રાદેશિક નેટવર્ક પર પ્રસારણ કરશે. વળી, દૂરદર્શન 59 કેમેરાની મદદથી પ્રજાસત્તાક દિવસ પરેડની દરેક પ્રવૃત્તિનું જીવંત પ્રસારણ કરશે. IAF નાં 75 એરક્રાફ્ટનાં વિશાળ કાફલાનાં વિવિધ પરાક્રમોનાં જીવંત પ્રસારણ સાથે ફ્લાય-પાસ્ટનાં નવા પાસાઓને પ્રદર્શિત કરવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો – ગમખ્વાર અકસ્માત / મહારાષ્ટ્રના વર્ધામાં કાર બ્રિજ પરથી ખાબકતાં 7 મેડિકલ વિધાર્થીઓના મોત,ભાજપના ધારાસભ્યના પુત્રનું પણ મોત!

સૂચના અને પ્રસારણ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિવસની ઉજવણીનાં જીવંત પ્રસારણ માટે દૂરદર્શને નેશનલ સ્ટેડિયમનાં ગુંબજ, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, ઈન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવન વચ્ચેનાં અન્ય મહત્વપૂર્ણ સ્થળો પર કેમેરા લગાવ્યા છે. સમગ્ર ઘટનાને ખાસ બનાવવા માટે બે ‘360 ડિગ્રી કેમેરા’ લગાવવામાં આવ્યા છે. આમાંથી એક કેમેરા રાજપથ પર અને બીજો ઈન્ડિયા ગેટની ટોચ પર લગાવવામાં આવ્યો છે.