Political/ હવે સંસદ પરિસરમાં ધરણા-પ્રદર્શન નહીં કરી શકાય,સરકારે પ્રતિબંધ લગાવતા વિપક્ષે કર્યો વિરોધ,જાણો શું કહ્યું…

દેશંમાં ભાજપ સરકાર અનેક નિયમોમાં બદલાવ કરી રહી છે,જેના લીધે વિરોધ પક્ષ ભારે વિરોધ કરે છે તે છંતા પણ પરિવર્તન માટે સરકાર નિયમના બદલાવમાં કોઇ બાંધછોડ કરતા નથી

Top Stories India
5 23 હવે સંસદ પરિસરમાં ધરણા-પ્રદર્શન નહીં કરી શકાય,સરકારે પ્રતિબંધ લગાવતા વિપક્ષે કર્યો વિરોધ,જાણો શું કહ્યું...

દેશમાં ભાજપ સરકાર અનેક નિયમોમાં બદલાવ કરી રહી છે,જેના લીધે વિરોધ પક્ષ ભારે વિરોધ કરે છે તે છંતા પણ પરિવર્તન માટે સરકાર નિયમના બદલાવમાં કોઇ બાંધછોડ કરતા નથી,શું હવે સંસદ ભવન પરિસરમાં વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ રહેશે? આને લગતો આદેશ શેર કરીને કોંગ્રેસે મોદી સરકારને ઘેરી છે. વહેંચાયેલા આદેશ અનુસાર, કોઈપણ સભ્ય સંસદ ભવન પરિસરમાં ધરણા, હડતાળ, ભૂખ હડતાલ કરી શકશે નહીં. આ સાથે ત્યાં કોઈ ધાર્મિક કાર્યક્રમ પણ યોજાઇ શકશે નહી,આ નિર્ણયને લઈને વિપક્ષમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ આ અંગે ટ્વિટ કર્યું છે. ઓર્ડરની કોપી શેર કરતાં તેમણે લખ્યું, ‘વિશ્વગુરુનું નવું કાર્ય- D(h)arna પ્રતિબંધિત છે.