Not Set/ નાગરિકતા સુધારણા બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી, હવે બન્યો કાયદો

નાગરિકત્વ સુધારણા બિલ 2019 ને હવે કાયદામાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. ગુરુવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ બિલને મંજૂરી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિની સહી પછી નાગરિકતા સુધારણા બિલે કાયદાનું સ્વરૂપ લઈ લીધુ છે. આ કાયદા પછી, દેશભરમાં ગેરકાયદેસર રીતે વસતા ઇમિગ્રેન્ટ્સ માટે રહેઠાણનું પ્રમાણપત્ર ન હોવા છતાં નાગરિકતા મેળવવું વધુ સરળ બનશે. નાગરિકતા […]

Top Stories India
President નાગરિકતા સુધારણા બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી, હવે બન્યો કાયદો

નાગરિકત્વ સુધારણા બિલ 2019 ને હવે કાયદામાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. ગુરુવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ બિલને મંજૂરી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિની સહી પછી નાગરિકતા સુધારણા બિલે કાયદાનું સ્વરૂપ લઈ લીધુ છે. આ કાયદા પછી, દેશભરમાં ગેરકાયદેસર રીતે વસતા ઇમિગ્રેન્ટ્સ માટે રહેઠાણનું પ્રમાણપત્ર ન હોવા છતાં નાગરિકતા મેળવવું વધુ સરળ બનશે. નાગરિકતા માટે પાત્રતા માટેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2014 છે. આ તારીખ સુધીમાં અથવા તે પહેલાં, ભારતમાં પ્રવેશતા ઇમિગ્રન્ટ્સ નાગરિકતા માટે અરજી કરી શકશે. તેમની નાગરિકતા ગત તારીખથી જ લાગુ થશે.

આ કાયદા મુજબ, હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોનાં સભ્યો, જેઓ 31 ડિસેમ્બર 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવ્યા છે અને તેમના દેશમાં ધાર્મિક દમન સહન કરી ચૂક્યા છે, તેઓને ગેરકાયદેસર પ્રવાસી ગણવામા નહી આવે, તેટલુ જ નહી તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.

નાગરિકતા સુધારણા બિલ બુધવારે રાજ્યસભા અને સોમવારે લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. કાયદા મુજબ, આ છ સમુદાયોનાં શરણાર્થીઓને પાંચ વર્ષ ભારતમાં રહ્યા બાદ ભારતની નાગરિકતા આપવામાં આવશે. અત્યાર સુધી આ સમયમર્યાદા 11 વર્ષ જૂની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.