Not Set/ રાષ્ટ્રપતિ પહોચ્યા રેસ્ટોરન્ટમાં, ખુદ ના ક્રેડિટકાર્ડથી ચુકવ્યું બીલ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલમાં હિમાચલ પ્રદેશના પ્રવાસે છે. તેઓ પરિવાર સાથે શિમલા પહોચ્યા છે, સાથેજ આ પ્રવાસ દરામિયન તેઓ ડીજીટલ પેમેન્ટનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે અને આમ જનતાને પણ ડીજીટલ પેમેન્ટ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ પ્રવાસ દરમિયાન ખુદ જ બીલ ભરતા દેખાઈ રહ્યા છે.મંગળવારે ટ્વીટર પરના એમના […]

India
22 05 2018 ramnath in shimla 17988287 14159652 રાષ્ટ્રપતિ પહોચ્યા રેસ્ટોરન્ટમાં, ખુદ ના ક્રેડિટકાર્ડથી ચુકવ્યું બીલ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલમાં હિમાચલ પ્રદેશના પ્રવાસે છે. તેઓ પરિવાર સાથે શિમલા પહોચ્યા છે, સાથેજ આ પ્રવાસ
દરામિયન તેઓ ડીજીટલ પેમેન્ટનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે અને આમ જનતાને પણ ડીજીટલ પેમેન્ટ કરવા માટે પ્રેરિત કરી
રહ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ પ્રવાસ દરમિયાન ખુદ જ બીલ ભરતા દેખાઈ રહ્યા છે.મંગળવારે ટ્વીટર પરના એમના ઓફીશીયલ એકાઉન્ટ પરથી આ વિશે જાણકારી આપવામાં આવી હતી..રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૪ દિવસના અધિકારીક પ્રવાસ પર શિમલા ગયા છે.રાષ્ટ્રપતિ કોવિન્દે મંગળવારે પ્રોટોકોલ તોડીને શિમલામાં મોલ રોડની સેર કરી હતી.

હિમાચલ પ્રદેશ ટુરીઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનની આશિયાન રેસ્ટોરન્ટ માં ચા પીધા બાદ ખુદે જ બીલ ભર્યું હતું.
રાષ્ટ્રપતિના પરિવારે ચા,કોફી,બિસ્કીટ,સેન્ડવીચ,વોલનટ પાઈ,ઢોકળા વગેરેનો સ્વાદ ચાખ્યો હતો. આ બીલ એમણે ખુદના
ક્રેડીટકાર્ડ થી ભર્યું હતું.

ત્યારબાદ રાષ્ટ્રપતિ કોવિંદ લોકલ બુકસ્ટોરમાં પહોચ્યા હતા અને ત્યાં એમના પૌત્ર-પૌત્રીઓ માટે પુસ્તકો ખરીદ્ય હતા. રાષ્ટ્રપતિ
કોવિન્દે ટ્વીટ કરતા લખ્યું કે  મારા પૌત્ર-પૌત્રીને પુસ્તકોની દુકાનમાં લઇને ગયો, ગરમીની રજાઓમાં એમને વાચવા માટે પુસ્તકો
ખરીદ્યા.

જણાવી દઈએ કે રાષ્ટ્રપતિએ પોતાના માટે ૨ અને બાળકો માટે ૧૦ પુસ્તકોના ૧૬૦૦ રૂપિયા ક્રેડિટકાર્ડથી ભર્યા હતા.
રાષ્ટ્રપતિએ પોતાના માટે શિમલા કાલકા રેલ્વે લાઈન પર લખાયેલું પુસ્તક અને લેખક અમર ભારત નું એક પુસ્તક ખરીદ્યું.
રાષ્ટ્રપતિ એમની પત્ની અને ફર્સ્ટ લેડી સવિતા કોવિંદ, એમની દીકરી, પૌત્ર-પૌત્રી સાથે શિમલા ગયા છે.