મુંબઈ
બોલીવુડના કિંગ શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન 22મે ના રોજ 18 વર્ષની થઈ છે. સુહાનાને બર્થ ડે પર અનેક કિંમતી ભેટ મળી હશે પરંતુ જે ગિફ્ટ તેના પિતા શાહરૂખએ આપી તે કદાચ જ કોઈ પિતાએ પોતાની પુત્રીને આપી હશે.
આપને જણાવી દઈએ કે શાહરૂખએ સુહાનાની 18મી બર્થ ડે પર ઈંસ્ટાગ્રામમાં સુહાનાની એક ફોટો શેર કરી છે અને તેના લખ્યું કે, Like all daughters, I knew you were always meant for flying…and now u can also legally do what u have been doing since u were 16…!! Love u.
આ પરથી સ્પષ્ટ થાય છે કે શાહરૂખ સેલિબ્રિટિ હોવા છતાં પોતાના બાળકોને એટલી જ આઝાદી આપે છે જેટલી જરૂરી હોય. હવે જ્યારે સુહાના 18 વર્ષની થઈ છે ત્યારે શાહરૂખએ તેને જે કરવું હોય તે કરવાની આઝાદી આપી છે.
એક પિતા તરીકે શાહરૂખએ પોતાની ફરજ નિભાવી છે. હવે સુહાના એ બધું જ કરી શકશે જે તે 16 વર્ષની ઉંમરથી કરવા ઈચ્છતી હતી.બોલિવુડના બાદશાહની દીકરી સુહાના અવારનવાર પોતાની હોટ તસ્વીરો શેર કરતી રહે છે. હાલમાં જ સુહાનાના બિકીની ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ ફોટોમાં સુહાનાએ હીરોઈનોને ટક્કર આપી રહી છે જે સોશિયલ મીડિયા પર પોતાના બિકીની પિક્સ શેર કરતી રહે છે.
સોશિયલ મીડિયા પર સ્ટાર કિડ્સમાં શાહરૂખની પુત્રી સુહાનાની ઘણી ફેન ફોલોવિંગ છે. સુહાનાના ચર્ચા સોશિયલ મીડિયા પર છે, હવે બસ તેના ફેન્સ રાહ જોઈ રહ્યા છે કે તે ક્યારે શાહરૂખની જેમ સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. જણાવી દઈએ કે સુહાનાની માં એટલે કે ગૌરી ખાન સુહાનાના ડેબ્યૂની તૈયારીઓમાં લાગી છે.