National News/ ડિજિટલ ઠગાઈ રોકવા સરકારની મોટી તૈયારી, છેતરાયેલા પૈસા પરત મેળવવા એજન્સીઓ હવે સાથે મળીને કામ કરશે

ભારતમાં Cyber Crime અને મની લોન્ડરિંગ રોકવા માટે I4C અને FIU એ હાથ મિલાવ્યા છે. રિયલ ટાઈમ ઈન્ટેલિજન્સ શેરિંગ દ્વારા હવે UPI ફ્રોડ અને ડિજિટલ સ્કેમ કરનારાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

Top Stories NATIONAL India
Cyber Crime

Cyber Security Update Summary: દેશમાં વધતા જતા UPI ફ્રોડ, ઓનલાઈન સ્કેમ (Cyber Crime) અને મની લોન્ડરિંગ જેવી પ્રવૃત્તિઓ ડામવા માટે ભારતની બે મોટી એજન્સીઓએ હાથ મિલાવ્યા છે. સાયબર ક્રાઈમ સામે લડતી એજન્સી I4C (Indian Cyber Crime Coordination Centre) અને ફાયનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ (FIU) વચ્ચે એક મહત્વપૂર્ણ MOU થયા છે. આ ભાગીદારી હેઠળ હવે સાયબર અપરાધોની ગુપ્ત માહિતી ‘રિયલ ટાઈમ’ માં શેર કરવામાં આવશે, જેથી ગુનેગારો સુધી પહોંચવું અને છેતરાયેલા નાગરિકોના નાણાં પરત મેળવવા સરળ બનશે.

રિયલ ટાઈમ ડેટા શેરિંગ

અત્યાર સુધી બે અલગ-અલગ મંત્રાલયો હેઠળ કામ કરતી આ એજન્સીઓ વચ્ચે માહિતીના આદાન-પ્રદાનમાં સમય લાગતો હતો. હવે I4C (ગૃહ મંત્રાલય) અને FIU (નાણા મંત્રાલય) સીધા સંપર્કમાં રહીને શંકાસ્પદ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને (Cyber Crime) ટ્રેક કરશે.

મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ પર એક્શન

સાયબર ફ્રોડ (Cyber Crime) દ્વારા મેળવેલા નાણાં ઘણીવાર ટેરર ફંડિંગ કે મની લોન્ડરિંગમાં વપરાતા હોય છે. આ MOU બાદ ગેરકાયદેસર નાણાકીય લેવડ-દેવડના નેટવર્કનો પર્દાફાશ કરવો અને આખી ચેઈન પકડવી એજન્સીઓ માટે સરળ બનશે.

‘ગોલ્ડન અવર્સ’ માં નાણાંની સુરક્ષા

જ્યારે કોઈ વ્યક્તિ સાથે ઓનલાઈન છેતરપિંડી થાય, ત્યારે શરૂઆતના થોડા કલાકો (ગોલ્ડન અવર્સ) ખૂબ મહત્વના હોય છે. હવે બેંકો અને સાયબર એજન્સીઓ વચ્ચે ડેટા ઝડપથી શેર થવાથી ફ્રોડના નાણાં તાત્કાલિક ફ્રીઝ (Freeze) કરી શકાશે અને રિકવરીના ચાન્સ વધી જશે.

મુખ્ય હસ્તાક્ષરકર્તાઓ:

અમિત મોહન ગોવિલ: ડાયરેક્ટર, FIU-IND (નાણા મંત્રાલય)

રાજેશ કુમાર: CEO, I4C (ગૃહ મંત્રાલય)

નિષ્ણાતોના મતે, આ પગલાથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન સિસ્ટમ પર સામાન્ય લોકોનો ભરોસો વધશે અને સાયબર સુરક્ષા વધુ મજબૂત બનશે.


આ પણ વાંચો: WhatsAppનો ઉપયોગ કરવાની રીત હવે બદલાઈ જશે! આવી રહી છે આ નવી સુવિધાઓ, પ્રાઈવસી થશે વધુ મજબૂત

આ પણ વાંચો:ભારતમાં AI નો ક્રેઝ વધ્યો! સૌથી વધુ ડાઉનલોડ્સ છતાં ટેક કંપનીઓની કેમ ઉડી ગઈ છે ઊંઘ?

આ પણ વાંચો: iPhoneપર કેમ નથી હોતો ફોન કાપવાનો લાલ બટન? જાણો એપલની આ ‘ગહન’ વ્યૂહરચના