Not Set/ પુજારીએ ભક્તોનાં માથે પગ મુકી આપ્યા આશીર્વાદ, ઉઠ્યો જનતાનો અવાજ- આ રીતે કોણ આપે છે આશીર્વાદ?

આસ્થા અને અંધશ્રદ્ધામાં એક નાનકડો ભેદ છે. સામાન્ય રીતે મંદિરમાં લોકો ભગવાનની પૂજા કરવા જાય છે અને આશીર્વાદ મેળવે છે. પૂજારીઓ પણ ભક્તોને આશીર્વાદ આપે છે, પરંતુ શું તમે ક્યારેય એવા કોઈ પૂજારીને જોયો છે કે જે ભક્તો અથવા ભક્તોનાં માથા પર પગ મૂકીને આશીર્વાદ આપતો હોય? નહી ને, પરંતુ ઓડિશાનાં એક મંદિરમાં પૂજા કરવા […]

Top Stories India
blessing with feet પુજારીએ ભક્તોનાં માથે પગ મુકી આપ્યા આશીર્વાદ, ઉઠ્યો જનતાનો અવાજ- આ રીતે કોણ આપે છે આશીર્વાદ?

આસ્થા અને અંધશ્રદ્ધામાં એક નાનકડો ભેદ છે. સામાન્ય રીતે મંદિરમાં લોકો ભગવાનની પૂજા કરવા જાય છે અને આશીર્વાદ મેળવે છે. પૂજારીઓ પણ ભક્તોને આશીર્વાદ આપે છે, પરંતુ શું તમે ક્યારેય એવા કોઈ પૂજારીને જોયો છે કે જે ભક્તો અથવા ભક્તોનાં માથા પર પગ મૂકીને આશીર્વાદ આપતો હોય? નહી ને, પરંતુ ઓડિશાનાં એક મંદિરમાં પૂજા કરવા મંદિરમાં આવતા ભક્તોને પુજારીએ માથે પગ મુકી આશીર્વાદ આપ્યા હતા. પુજારીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ તેમની ઘણી ટીકા થઈ રહી છે.

તમે વડીલો અને પુજારીઓને બીજાનાં માથા પર હાથ રાખીને તેમને આશીર્વાદ આપતા જોયા હશે. પરંતુ તમે ક્યારેય કોઈને પોતાના પગથી આશીર્વાદ આપતા પુજારીને જોયા છે? તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે, જેમા આડિશાનાં એક મંદિરમાં પુજારી દર્શનાર્થે આવતા ભક્તોને પગથી આશીર્વાદ આપતા દેખાઇ રહ્યા છે. તમે ફિલ્મ ‘બાહુબલી’ નો એક સીન જોયો હશે જેમા બાહુબલી કટપ્પાનાં માથા પર પગ મુકતો દેખાય છે, કઇક આવો જ સીન તમને આ વાયરલ વીડિયોમાં જોવા મળશે. જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વાયરલ વીડિયોમાં એક પુજારી ભક્તોને આશીર્વાદ આપવા માટે તેના પગનો ઉપયોગ કરી રહ્યો છે. હા, આશીર્વાદ આપવા તે એક પછી એક લોકોનાં માથા પર પગ મૂકતો હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.

Image result for Banpur area of Khordha

આ વીડિયો સમાચાર એજન્સી એએનઆઈએ જાહેર કર્યો છે, જેમાં મંદિરનાં પુજારી લોકોનાં માથા પર પગ મુકીને આશીર્વાદ આપતા જોવા મળે છે. આ કિસ્સો છે ઓડિશાનાં કોરધાનાં બાનપુર વિસ્તારનો. આ વીડિયો જોનારા લોકો તેને અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા કહી રહ્યા છે અને તેની ઘણી ટીકા પણ કરી રહ્યા છે. જ્યારે મંદિરનાં પુજારી આર સામંત્રેને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, જજમાનનો અમારા પર વિશ્વાસ છે. જેઓ આને ખોટી રીતે પ્રસારીત કરી રહ્યા છે, તેઓ આ પુજા વિશે જાણતા નથી. તેઓ તેને બીજી રીતે ઉછાળી રહ્યા છે. કેટલાક લોકોને આ ખરાબ લાગી શકે છે, પરંતુ આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.