Not Set/ વડાપ્રધાન મોદી : 5 વર્ષમાં ખેડૂતોની આવકને ડબલ કરવા માટેનો કેન્દ્રનો ધ્યેય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં ખેડૂતોની આવકને ડબલ કરવાનો કેન્દ્રનો લક્ષ્યાંક છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સરકારે વર્લ્ડ ક્લાસ ફૂડ પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ યોજનામાં 2 મિલિયન ખેડૂતોને ફાયદો થશે અને આગામી ત્રણ વર્ષમાં 50 લાખ રોજગારીનું […]

India
news04.11.17 4 વડાપ્રધાન મોદી : 5 વર્ષમાં ખેડૂતોની આવકને ડબલ કરવા માટેનો કેન્દ્રનો ધ્યેય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં ખેડૂતોની આવકને ડબલ કરવાનો કેન્દ્રનો લક્ષ્યાંક છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સરકારે વર્લ્ડ ક્લાસ ફૂડ પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ યોજનામાં 2 મિલિયન ખેડૂતોને ફાયદો થશે અને આગામી ત્રણ વર્ષમાં 50 લાખ રોજગારીનું સર્જન થશે. મોદીએ કહ્યું હતું કે તે પાંચ વર્ષમાં ખેડૂતોની આવકને ડબલ કરવાના લક્ષ્યાંકનું નિરૂપણ કર્યું છે. વિશ્વ કક્ષાના ફૂડ પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે તેમને પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના શરૂ કરી છે. જેનાથી 5 બિલિયન ડૉલરનું રોકાણ થશે, 2 મિલિયન ખેડૂતોને ફાયદો થશે અને આગામી ત્રણ વર્ષમાં 50 લાખથી વધુ નોકરીઓનું સર્જન થશે.

તેમને જણાવ્યું હતું કે પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારી વૅલ્યુ ચૈન ઘણા સેગમેન્ટમાં વધી રહી છે. જોકે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, કાચા માલસામાન અને કૃષિ જોડાણમાં વધુ રોકાણની જરૂર હતી. ભારત સરકાર દ્વારા આયોજિત ત્રણ દિવસની ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝની આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ ‘વર્લ્ડ ફૂડ ઇન્ડિયા-2017’ ભારત સરકારના કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) સાથે 3 થી 5 નવેમ્બર સુધી રાખવામાં આવી છે. આ ઇવેન્ટ રોકાણકારો, ઉત્પાદકો, ખાદ્ય પ્રોસેસરો અને ગ્લોબલ ખાદ્ય ઇકોસિસ્ટમ સંગઠનો માટેનું સૌથી મોટું ઇવેન્ટ રહેશે.