Not Set/ રશિયાનું ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમનાં મુખ્ય મહેમાન તરીકે PM મોદીને આમંત્રણ

કિર્ગિસ્તાન ની રાજધાની બિશ્કેકમાં યોજાયેલી SCO સમિટમાંથી PM મોદી અને રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત યોજાઇ હતી. મુલાકાત વિશે માહિતી આપતા વિદેશ સચિલ વિજય ગોખલે જણાવ્યું હતું કે રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિન દ્રારા રશિયા વ્લાદિવોસ્તોક ખાતે સપ્ટેમ્બરની શરૂઆતમાં યોજાવા જઇ રહેલી ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમનાં મુખ્ય મહેમાન તરીકે PM મોદીને આમંત્રિત કરવામાં આવ્યા છે. અને PM […]

Top Stories India World
modi putin રશિયાનું ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમનાં મુખ્ય મહેમાન તરીકે PM મોદીને આમંત્રણ
કિર્ગિસ્તાન ની રાજધાની બિશ્કેકમાં યોજાયેલી SCO સમિટમાંથી PM મોદી અને રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત યોજાઇ હતી. મુલાકાત વિશે માહિતી આપતા વિદેશ સચિલ વિજય ગોખલે જણાવ્યું હતું કે રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિન દ્રારા રશિયા વ્લાદિવોસ્તોક ખાતે સપ્ટેમ્બરની શરૂઆતમાં યોજાવા જઇ રહેલી ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમનાં મુખ્ય મહેમાન તરીકે PM મોદીને આમંત્રિત કરવામાં આવ્યા છે. અને PM મોદીએ રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિનનાં આમંત્રણને સ્વીકાર્યું છે.

વિદેશ સચિવ વિજય ગોખલે PM મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે યોજાયેલી બેઠક બાબતે જણાવ્યું કે તેમની વચ્ચે કોઇ આંતરરાષ્ટ્રીય અથવા પ્રાદેશિક મુદ્દાઓ પર કોઈ વિશેષ ચર્ચા થઇ નથી કારણ કે સમગ્ર ધ્યાન ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની આગામી વાર્ષિક બેઠકને કોવી રીતે વધુમાં વધુ સફળ બનાવી શકાય.

View image on Twitter

 

વિજય ગોખલે વધુમાં જણાવ્યું હતું કે યોજના આવી છે કે જાપાનનાં ઓસાકામાં મળનારી G-20ની આગામી બેઠકમાં રશિયા રશિયા, ભારત અને ચાઇના વચ્ચે ત્રીપક્ષીય બેઠક યોજવામાં આવે. PM મોદીએ રશિયા પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાયેલી બેઠકમાં પ્રતિનિધિમંડળ કક્ષાની વાટાઘાટો થઇ હતી. આ દરમિયાન PM મોદીએ પુતિનનો “હું તમરો અમીઠીમાં રાઇફલ એકમની સ્થાપના કરવામાં મદદ કરવા બદલ આભાર માનું છું.”

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.