વાતચીત/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હિરાબા સાથે ટેલિફોન પર વાતચીત કરી,ખબર અંતર પુછ્યા

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી  બનાસડેરીના સણાદર પ્લાન્ટનું ઉદ્વઘાટન કરવાના છે. જેમાં બે લાખ કરતા વધુ પશુપાલક બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Top Stories Gujarat
4 36 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હિરાબા સાથે ટેલિફોન પર વાતચીત કરી,ખબર અંતર પુછ્યા

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી  બનાસડેરીના સણાદર પ્લાન્ટનું ઉદ્વઘાટન કરવાના છે. જેમાં બે લાખ કરતા વધુ પશુપાલક બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારે બનાસકાંઠામાં જતા પહેલા પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને તેમણે માતા હિરાબાને ફોન કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ માતા હિરાબા સાથે ટેલિફોનિક વાત કરી હતી. માતાના ખબર-અંતર પૂછી પ્રધાનમંત્રી મોદીએ પરિવારજનો સાથે પણ વાત કરી હતી. માતાની તબિયતની જાણકારી PM એ મેળવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાની મુલાકાતે છે અને બનાસકાંઠાને ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદી 600 કરોડના ખર્ચ બનેલા બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના છે. આ ઉપરાંત બનાસ રેડિયોનું પણ ઉદ્ઘાટન કરશે. તથા પીએમ મોદી પોતાનો સંદેશ પણ રેકોર્ડ કરાવશે.

પ્રધાનમંત્રી મોદી રેડિયો સ્ટેશનના બિલ્ડિંગમાં જ આત્મનિર્ભર મહિલા પશુપાલકો સાથે સંવાદ કરશે અને બનાસ ડેરીથી તેમના જીવનમાં આવેલા પરિવર્તન વિશે વાત કરી 15થી 20 મિનિટ જેટલો સમય આ સંવાદમાં વિતાવશે. ત્યારબાદ પીએમ મોદી બનાસ ડેરીના નવા પ્લાન્ટને ખુલ્લો મુકશે અને પ્લાન્ટના અલગ-અલગ પ્રકલ્પોની મુલાકાત લેશે તથા બટાટા પ્રોસેસીંગ યુનિટનું પણ લોકાર્પણ કરશે તેમજ પીએમ મોદી વર્ચ્યુઅલી 4 ગોબર ગેસ પ્લાન્ટનું પણ ભૂમિ પૂજન કરશે. ત્યારબાદ સભા સ્થળે 3 લાખથી વધુ મહિલા પશુપાલકોને સંબોધન કરશે. પ્રધાનમંત્રી મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેશે