વાતચીત/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનના ચાન્સેલર સાથે વિસ્તૃત વાતચીત કરી, અફધાનિસ્તન અંગે ચર્ચા થઇ

પીએમઓ પાસેથી મળેલી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે અફઘાનિસ્તાનમાં સતત બદલાતી સુરક્ષા પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી

Top Stories
jarman વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનના ચાન્સેલર સાથે વિસ્તૃત વાતચીત કરી, અફધાનિસ્તન અંગે ચર્ચા થઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય, બહુપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થઈ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ દરમિયાન બંને નેતાઓએ અફઘાનિસ્તાનની તાજેતરની સ્થિતિ પર પણ ચર્ચા કરી. આ વાતચીત દરમિયાન, બંને નેતાઓએ ભારત અને જર્મની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

પીએમઓ પાસેથી મળેલી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે અફઘાનિસ્તાનમાં સતત બદલાતી સુરક્ષા પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ સાથે, અહીંની પરિસ્થિતિ કેવી રીતે પ્રાદેશિક અને વિશ્વ રાજકારણને અસર કરી રહી છે તે વિશે પણ વાત કરવામાં આવી હતી. બંને નેતાઓએ આ સમયગાળા દરમિયાન શાંતિ અને સલામતીના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. પીએમઓએ કહ્યું કે વડાપ્રધાને એમ પણ કહ્યું કે હાલની પરિસ્થિતિમાં આ બંને બાબતોની ખૂબ જરૂર છે.