Not Set/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી: મીડિયાની શક્તિનો દુરુપયોગ કરવો એ એક ગુનો કહેવાય

મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે, “પ્રેસને ફોર્થ એસ્ટેટ કહેવામાં આવે છે. જે ચોક્કસપણે એક શક્તિ છે પરંતુ તે શક્તિનો દુરુપયોગ એ એક ગુનો છે.” 125 કરોડ ભારતીયોની કથાઓ અને સિધ્ધિઓ પર મીડિયાને વધુ ધ્યાન આપવાની તેમને ખુશી થશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે આજે ઘણા […]

India
news06.11.17 8 વડાપ્રધાન નરેન્દ્ર મોદી: મીડિયાની શક્તિનો દુરુપયોગ કરવો એ એક ગુનો કહેવાય

મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે, “પ્રેસને ફોર્થ એસ્ટેટ કહેવામાં આવે છે. જે ચોક્કસપણે એક શક્તિ છે પરંતુ તે શક્તિનો દુરુપયોગ એ એક ગુનો છે.” 125 કરોડ ભારતીયોની કથાઓ અને સિધ્ધિઓ પર મીડિયાને વધુ ધ્યાન આપવાની તેમને ખુશી થશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે આજે ઘણા બધા મીડિયા પ્રવચન રાજકારણની આસપાસ ફરે છે. જો કે ભારતમાં ફક્ત રાજકારણીઓ જ નથી.

મોદી સમજાવે છે કે મીડિયાએ વિશ્વસનીયતા જાળવી રાખવા માટે વધારાનો પ્રયાસ કરવો જોઇએ. મીડિયા સંગઠનો વચ્ચે સ્વસ્થ સ્પર્ધા આપણા લોકશાહી માટે તંદુરસ્ત છે. મીડિયા ખાનગી માલિકીની છે પરંતુ લોકોને જાહેર સેવા આપે છે. મોદી તમિલના દૈનિક દિના થંથિની ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં કહે છે કે, “આજે અખબારો માત્ર સમાચાર જ નથી આપતા. તેઓ આપણા વિચારને ઢાળે છે અને વિશ્વની આંખ પણ ખોલી શકે છે.”