PM કિસાન યોજના/ PM મોદી દ્વારા નવા વર્ષે 10 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા વીડિયો કોન્ફરન્સ દ્વારા ટ્રાન્સફર કરાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન યોજનાના 10મા હપ્તાની રકમ 10 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સપર કરી છે. ત્યારે નવા વર્ષે સરકારે ખેડૂતોને સૌથી મોટી ભેટ આપી છે.

Top Stories India
Untitled PM મોદી દ્વારા નવા વર્ષે 10 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા વીડિયો કોન્ફરન્સ દ્વારા ટ્રાન્સફર કરાયા

નવા વર્ષ પર ખેડૂતોને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, તેઓ ખેડૂતોને યોજનાના દસમા હપ્તાની રકમ જાહેર  કરી . 1 જાન્યુઆરી, 2022ના રોજ વડાપ્રધાન 10 કરોડ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર  કર્યા. આપને  જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં 1.6 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

આ  પણ  વાંચો:વિવાદ / ઉત્તરપ્રદેશના પ્રસિદ્વ કવિ અકબર અલ્હાબાદીનું નામ બદલાત થયો વિવાદ,જાણો વિગત

 મહત્વનુ છે કે વડાપ્રધાન 351 FPO ખેડૂત ઉત્પાદક સંગઠનોને 14 કરોડ રૂપિયાની ઇક્વિટી ગ્રાન્ટ પણ બહાર પાડશે. તેનાથી 1.24 લાખ ખેડૂતોને ફાયદો થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન 10 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. ત્યારે આ પ્રસંગે લગભગ 350 ખેડૂત ઉત્પાદક સંગઠનોને 14 કરોડ રૂપિયાની ઇક્વિટી ગ્રાન્ટ પણ બહાર પાડવામાં આવી છે.

આ  પણ  વાંચો;Relationship Tips / રિલેશનશિપમાં ખુશ થવાની ન કરો એક્ટિંગ, આવું લાગે તો કરી લો બ્રેકઅપ

આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. સરકાર આ પૈસા ત્રણ હપ્તાના રૂપમાં આપે છે. એટલે કે, તમને 4 મહિનાના તફાવત પર 2000 રૂપિયાની રકમ મળે છે. આ પૈસા સીધા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. અત્યાર સુધીમાં, સરકારે આ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં 1.6 લાખ કરોડ રૂપિયાનું માનદ વેતન ટ્રાન્સફર કર્યું છે.