PM મુલાકાત/ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14-15 નવેમ્બરના રોજ ઝારખંડની મુલાકાત લેશે

ધાનમંત્રી 15 નવેમ્બરના રોજ સવારે 9:30 વાગે રાંચીમાં ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્ક કમ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમની મુલાકાત લેશે

Top Stories India
6 11 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14-15 નવેમ્બરના રોજ ઝારખંડની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14-15 નવેમ્બર, 2023ના રોજ ઝારખંડની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 15 નવેમ્બરના રોજ સવારે 9:30 વાગે રાંચીમાં ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્ક કમ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમની મુલાકાત લેશે. ત્યાર બાદ તેઓ ભગવાન બિરસા મુંડાનાં જન્મસ્થળ ઉલીહાટુ ગામ પહોંચશે, જ્યાં તેઓ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. પીએમ નરેન્દ્ર મોદી ભગવાન બિરસા મુંડાનાં જન્મસ્થળ ઉલીહાટુ વિલેજની મુલાકાત લેનારા પ્રથમ પીએમ હશે. પ્રધાનમંત્રી ખૂંટીમાં સવારે 11:30 વાગ્યે ત્રીજા જનજાતીય ગૌરવ દિવસ, 2023ની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અને પ્રધાનમંત્રી ખાસ કરીને વંચિત આદિજાતિ જૂથોનાં મિશનનો શુભારંભ કરશે. તેઓ પીએમ-કિસાનનો 15મો હપ્તો જારી કરશે તથા ઝારખંડમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન કરશે, દેશને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ રહ્યો છે કે, મુખ્ય  યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે એ સુનિશ્ચિત કરીને સરકારની આ યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત થાય. યોજનાઓની સંતૃપ્તિના આ ઉદ્દેશને પ્રાપ્ત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં પ્રધાનમંત્રી જનજાતીય ગૌરવ દિવસના પ્રસંગે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો શુભારંભ કરશે.

આ યાત્રાનું ધ્યાન લોકો સુધી પહોંચવા અને જાગૃતિ લાવવા અને સ્વચ્છતા સુવિધાઓ, આવશ્યક નાણાકીય સેવાઓ, વીજળીનાં જોડાણો, એલપીજી સિલિન્ડરની સુલભતા, ગરીબો માટે આવાસ, ખાદ્ય સુરક્ષા, યોગ્ય પોષણ, વિશ્વસનીય સ્વાસ્થ્ય સંભાળ, પીવાનું સ્વચ્છ પાણી વગેરે જેવી કલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રદાન કરવા પર કેન્દ્રિત રહેશે. સંભવિત લાભાર્થીઓની નોંધણી યાત્રા દરમિયાન નિર્ધારિત વિગતો દ્વારા કરવામાં આવશે.

પ્રધાનમંત્રી ઝારખંડનાં ખૂંટીમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના શુભારંભનાં પ્રતીક સ્વરૂપે આઇઇસી (ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન) વાનને લીલી ઝંડી આપશે. આ યાત્રા શરૂઆતમાં નોંધપાત્ર આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓથી શરૂ થશે અને 25 જાન્યુઆરી, 2024 સુધીમાં, દેશભરના તમામ જિલ્લાઓને આવરી લેવામાં આવશે.