Political/ આદિવાસી મહિલાઓ સાથે ડાન્સ કર્યા બાદ ટ્રોલ થયા પ્રિયંકા ગાંધી

આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે લગભગ તમામ રાજકીય પક્ષોનાં મોટા નેતાઓ સતત ગોવાની મુલાકાત લઇ રહ્યા છે.

Top Stories India
પ્રિયંકા ગાંધી

આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે લગભગ તમામ રાજકીય પક્ષોનાં મોટા નેતાઓ સતત ગોવાની મુલાકાત લઇ રહ્યા છે. આ કડીમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ શુક્રવારે ગોવા પહોંચી હતી. પ્રિયંકા ગાંધી પણ તેમના દિવસભરનાં ગોવાનાં પ્રવાસ દરમિયાન મોરપીરલા ગામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે આદિવાસી મહિલાઓ સાથે વાતચીત કરી હતી. આ સાથે આદિવાસી મહિલાઓએ પણ પરંપરાગત નૃત્યમાં પણ ભાગ લીધો હતો.

આ પણ વાંચો – દેવાળિયું પાકિસ્તાન / પાકિસ્તાનની પાંચ ફાર્મા કંપનીઓએ ભારતને 2.82 કરોડ રૂપિયા આપવાના બાકી!

ગોવાનાં પ્રવાસ પર ગયેલા પ્રિયંકા ગાંધીએ આદિવાસી મહિલાઓ સાથે પરંપરાગત નૃત્ય કર્યું હતું. તેના ડાન્સનો વીડિયો ન્યૂઝ એજન્સી ANIએ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલીક મહિલાઓ પરંપરાગત ડાન્સ કરી રહી છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે ડાન્સમાં જોડાયા હતા. તેમણે વચન આપ્યું હતું કે, જો પાર્ટી સત્તામાં આવશે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં ગોવામાં મહિલાઓને નોકરીઓમાં 30 ટકા અનામત આપશે. સામાન્ય માણસ પર નિશાન સાધતા, તેમણે લોકોને બહારથી ગોવામાં આવતી પાર્ટીઓથી સાવધાન રહેવા કહ્યું હતુ. તેમણે ગોવાની રાજનીતિમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરવા બદલ આમ આદમી પાર્ટી (AAP)ની ટીકા કરી અને રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણ માટે તેમને દોષી ઠેરવ્યા. વળી, દક્ષિણ ગોવાનાં મોરપીરલા ગામમાં આદિવાસી મહિલાઓ સાથે પ્રિયંકા ગાંધીનાં પરંપરાગત ડાન્સ પર યુઝર્સ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ટિપ્પણી કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ભારતીય વાયુસેનાનાં ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોનાં મોત પર દેશ શોકમાં છે અને તેઓ નાચી રહ્યા છે.

આ પણ વાંચો – Bigg Boss / રાખી સાવંતે બિગ બોસમાં કરી બધી હદો પાર, રિતેશ સાથે કર્યું લિપ લોક, લોકોએ કહ્યું- ભાડે રાખ્યો પતિ…

અન્ય યુઝરે લખ્યું છે કે, પિંકી એકદમ માતોશ્રી પર ગઈ છે. પ્રિયંકા ગાંધીનાં ડાન્સ પર કોમેન્ટ કરતા અન્ય એક યુઝરે લખ્યું છે કે, દેશ શોકમાં છે અને ગાંધી પરિવાર ડાન્સ કરી રહ્યો છે. બીજાએ લખ્યું છે કે, આ કુળ પાસેથી બીજી કોઈ આશા નથી.