શુભેચ્છા/ પ્રિયંકા ગાંધીએ ભાઇબીજની શુભકામના આપતાં રાહુલ ગાંધીની તસવીર શેર કરી

પ્રિયંકા ગાંધીએ ભાઈ બીજનાઅવસર પર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનો  ફોટો શેર કર્યો અને કહ્યું કે મને ગર્વ છે કે મારો ભાઇ કરૂણા,સાહસ અને સત્યતા માટે લડી રહ્યા  છે.

Top Stories India
priyanka પ્રિયંકા ગાંધીએ ભાઇબીજની શુભકામના આપતાં રાહુલ ગાંધીની તસવીર શેર કરી

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ભાઈ બીજના અવસર પર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનો  ફોટો શેર કર્યો અને કહ્યું કે મને ગર્વ છે કે મારો ભાઇ કરૂણા,સાહસ અને સત્યતા માટે લડી રહ્યા છે.રાહુલ ગાંધીને ભાઇબીજની શુભકામના પાઠવી હતી અને     ટ્વિટર પર તેમણે દેશવાસીઓને ભાઇભીજની શુભેચ્છા પાઠવી હતી.પ્રિયંકા ગાંધીએ એ પણ ઉલ્લેખ કર્યો કે રાહુલ ગાંધીનો ફોટો તેમણે શુભેચ્છા સાથે શેર કર્યો તે સમયનો છે જ્યારે રાહુલ ગાંધીએ શૂટિંગ સ્પર્ધામાં ઘણા મેડલ જીત્યા હતા. બહેન પ્રિયંકા ગાંધીના ખભા પર હાથ રાખીને ઘણા મેડલ પહેરેલા ફોટામાં દર્શક રાહુલ ગાંધી જોઈ શકાય છે.